હર્ડ ઇમ્યુનિટી આવી જશે ત્યારે કોરોના રસીની જરૂર નહીં પડેઃ એમ્સ ડાયરેક્ટર

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

શિયાળાની શરૂઆત સાથે જ અમેરિકા સહિત ભારતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ અલગ જ નિવેદન આપ્યું છે.

ગુલેરિયાએ કહ્યું છે કે, કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે. એમ્સના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ખાસ વાતચીતમાં આમ કહ્યું હતું.

દિવાળીના તહેવાર અને માસ્ક તેમન સોશિયલ ડિસ્ટેંસિંગમાં લોકોની બેદરકારીને લઈને ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, તેના બે પહેલુ છે. એક તો એ કે રસી જલદી આવી જાય. જો આવી પણ ગઈ તો સૌથી પહેલા વધુ જોખમવાળા સમૂહને તે આપવામાં આવશે. એવા લોકો કે જેમનામાં ઈન્ફેક્શનની શક્યતા ખુબ વધારે છે. તેનાથી આપણને મહામારીને કાબૂમાં લેવામાં મદદ મળશે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે.

બીજુ એ કે આ દરમિયાન એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું. લોકો પણ મહેસૂસ કરશે કે તેમનામાં ઈમ્યુનિટી આવી ગઈ છે. આવી સ્થિતિમાં રસીની જરૂર નહીં પડે. જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ પરિવર્તન નહીં આવે તો રસીની જરૂર પડશે કારણ કે ફરીથી સંક્રમણનું જોખમ રહેશે. તેમણે કહ્યું હતું કે, જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ ફેરફાર નહીં આવે તો લોકો કદાચ રસી મૂકાવવા અંગે ફરીથી ન પણ વિચારે અને આ કારણે રસીની જરૂરિયાત ઓછી રહી શકે છે.

તેમણે કહ્યું હતું કે, સરકાર મોટા પાયે કોવિડ-૧૯ ક્લિનિક વિક્સિત કરવા પર આક્રમક રીતે કામ કરી રહી છે. જિલ્લા સ્તરે અને મેડિકલ કોલેજોમાં કામ ચાલી રહ્યું છે જ્યાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. અહીંથી જ લોકોને ધ્યાન, યોગ કરવાની સલાહ અપાય છે. આ એક વ્યાપક યોજના છે જેમાં એલોપેથિક, યોગ અને આયુર્વેદિક દવાઓથી સારવાર થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here