હરીદ્વારની યાત્રામાં ગયેલા યાત્રાળુઓની વહારે પહોંચ્યા શક્તિ સ્વરૂપ સાંસદ પુનમ માડમ દ્વારા બસ મારફતે પરત લવાયા

0
39
Share
Share

જામનગર તા.28
દેશમાં કોરોનાનાં ભયને કારણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કેટલાક યાત્રાળુઓ હરીદ્વારની યાત્રા કે જ્યાં શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામરાજ ટ્રાવેર્લ્સ તેમજ નિલકંઠ ટ્રાવેલર્સ દ્વારા ૧૫ માર્ચથી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર હંસદેવગીરી બાપુ દ્વારા પોતાના સેવક ગણોને કથાનું રસપાન કરાવેલ ત્યાર પછી પરત ફરતી વખતે દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો હતો અને સમગ્ર રાજ્ય તેમજ દેશને લોકડાઉન જાહેર કરવા આવ્યુ અને ત્યાં ફસાઈ તમામ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા જ્યારે આ યાત્રાળુઓને પરત લાવવા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર હંસદેવગીરી બાપુ કાલાવડ પંથકનાં ભાજપ અગ્રણી ઈન્દ્રસિંહ કે.જાડેજાની સાથે ટેલીફોનીક રજુઆત કરી અને તેઓએ જામનગર સાંસદ પુનમબેન માડમ અને કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સાથે સંપર્ક કરીને યાત્રાળુઓને પરત લાવવાના પ્રક્રિયા ચાલુ કરી દિધી ચૈત્રી નવરાત્રીમાં આ યાત્રાળુઓની વ્હારે શક્તિ સ્વરૂપે પુનમબેન માડમ આવ્યા અને તમામને યાત્રાળુઓને હરદ્વારથી વતન લાવવા પરવાનગી અપાવી દિધી. આ યાત્રાળુઓનુ મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતુ. હરીદ્વાર ગયેલા યાત્રાળુઓ જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના હોવાનુ જાણવા મળી રહ્યું છે હરીદ્વારથી વતન બસ મારફત લાવવામાં જામનગરના સાંસદ પુનમબેન માડમ, કેબિનેટ મંત્રી રમેશ પોખીયાર અને મનસુખ માંડવીયાના પ્રયાસોથી તેમજ કાલાવડ ભારતીય જનતા પાટર્ીના કાર્યકરોએ મદદ કરી હતી અને તમામ યાત્રાળુઓ બસ મારફતે પોતાના માદરે વતન પરત ફરતા તમામ યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here