હરિયાણામાં પણ ૨.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા

0
10
Share
Share

જમ્મૂ-કાશ્મીરમાં ૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ચંડીગઢ,તા.૩૦

કોરોના મહામારી વચ્ચે દેશ કેટલીય મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે હવે હરિયાણા રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૨.૪ માપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ નુકસાન થવાના સમાચાર મળ્યા નથી.

જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૪.૦ છે. આ ભૂકંપ કટરાથી ૮૪ કિલોમીટર પૂર્વમાં આવ્યો છે.

કોરોના મહામારી બાદ દેશમાં કેટલીક વાર ભૂકંપ આવ્યો છે. હરિયાણામાં આવુ ઘણીવાર થયુ છે. દિલ્હીમાં પણ હરિયાણાની જેમ છે. કોરોના મહામારી વચ્ચે ભૂકંપના આંચકા વધારે ભય ઉભો કરે છે. ભૂકંપના આંચકાને વેઠવા માટે દિલ્હી તૈયાર નથી.

નોર્થ, સાઉથ અને ઈસ્ટ ત્રણેય એમસીડીએ ૩૦ વર્ષ કે આનાથી વધારે જૂની હાઈ-રાઈઝ બિલ્ડીંગોને નોટિસ પાઠવી હતી હવે તેમાંથી કેટલાકનો ઑડિટ રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ ઘણો ચોંકાવનારો છે. જેમાં ૯૦ ટકા બિલ્ડીંગોની બીમ અને કૉલમમાં તિરાડ જોવા મળી છે. આ ઈમારતો ભૂકંપના તીવ્ર આંચકાને સહન કરી શકે તેમ નથી. સાઉથ અને નોર્થ એમસીડીએ અત્યાર સુધી લગભગ ૧૦૦-૧૦૦ અને ઈસ્ટ એમસીડીએ ૬૬ ઈમારતોને નોટિસ આપી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here