હરિયાણામાં દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો ઉપર પોલીસે ટીયર ગેસ છોડ્યો, અનેકની અટકાયત

0
31
Share
Share

પાણીપત,તા.૨૩

કૃષિ બિલને લઇને ખેડૂતોનો આક્રોશ સતત વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂતો કૃષિ અધ્યાદેશોનો વિરોધ કરી રહ્યા છે અને તેને પરત લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હરિયાણાના પાણીપતમાં કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. જેમના પર પોલીસે ટીયર ગેસ છોડ્યો છે, ઉપરાંત વોટર કેનનનો ઉપયોગ પણ કર્યો છે. આ સિવાય ઘણા ખેડૂતોની અટકાયત પણ કરી છે.

જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ નવા કૃષિ ધ્યાદેશો ખેડૂતો માટે ડેથ વોરન્ટ સમાન છે. કોઇ પણ કિંમત પર આ અધ્યાદેશોનો સ્વીકાર કરી શકાય તેમ નથી. ખેડૂતોને જે પહેલાથી મળે છે તે ઘણુ છે અને ખેડૂતો તેમાં ખુશ છે સરકાર તેમને વધારે આપવાનો પ્રયત્ન ના કરે. સરકાર ખેડૂતોની જમીન અદાણી અને અંબાણીને વેચવાનું કામ કરી રહી છે.

ખેડૂતોના નેતાઓનું કહેવું છે કે સરકાર લોકો સાથે દગો કરી રહી છે, કારણ કે ત્રણે અધ્યાદેશો શ્રીમંત લોકો માટે જ છે. આવા શ્રીમંત લોકો ખેડૂતોના પાકને મનફાવે તેવા ભાવે ખરીદી શકશે. જેના કારણે ખેડૂતોની સ્થિતિમાં સુધારો થવાને બદલે બગડશે.

ભારતીય કિસાન યુનિયન અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ ૨૫ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનનું એલાન પણ કર્યુ છે. આ દિવસે દેશભરના ખેડૂતો વિરોધ કરશે અને રોડ પર ઉતરીને ચક્કાજામ પણ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here