હરિયાણાના હાંસીમાં ૧૧ લાખની લૂંટ કરી ઉદ્યોગપતિને કારમાં જીવતો સળગાવ્યો

0
28
Share
Share

હિસાર,તા.૮

હિસાર જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે. કેટલાક બદમાશોએ એક ઉદ્યોગપતિના ૧૧ લાખ લૂંટી ઉદ્યોગપતિને કારની અંદર જ સળગાવવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર આ ઘટના હાંસી ક્ષેત્રમાં મંગળવાર રાતની છે. આ સમગ્ર ઘટના બાદ ભાજપ સરકારની ટીકા કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, હરિયાણામાં જંગલરાજ છે.

પોલીસના જણાવ્યા અનુસાર હાંસીના ભાટલા-દાતા રોડ પર આવેલા દાતા ગામના રહેવાસીની પ્લાસ્ટિકના કપ બનાવવાની ફેક્ટરી છે. તે રાત્રિના સમયે કાર લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક લૂંટારુઓએ તેમની પાસે થી ૧૧ લાખની લૂંટ કરી ઉદ્યોગપતિને કારની અંદર જીવતો સળગાવી દીધો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારમાંથી ઉદ્યોગપતિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. કારના નંબર પ્લેટ પરથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી. તેમના પરિવારનો સંપર્ક કરાયો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, મેહર બરવાલામાં કપ અને પ્લેટની ફૈક્ટરીનો માલિક હતો. તેમણે બેન્કમાંતી ૧૧ લાખ રુપિયા લઈ હિસારથી દાતા તેમના ગામમાં પરત ફરી રહ્યો હતો.

પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here