હરિયાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા ડો. વલ્લભ કથીરીયા

0
19
Share
Share

રાજકોટ તા.૨૩

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે ’’કામધેનુ દિવાપલી અભિયાન’’ ના મંગલચરણ કરવામાં આવ્યા છે. આ અભિયાન અંગેની તમામ માહિતી જાણી મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટૃરે જાણી પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરી હતી. ’’આત્મ નિર્ભર ભારત’’, ’’વોકલ ફોર લોકલ’’, ગ્રીન ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા સહીતના પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીના અનેક સ્વપનોને સાકર કરી શકવાનું સામર્થ્ય ધરાવતી ગૌ આધારીત અર્થતંત્ર વ્યવસ્થા દ્રારા સમગ્ર રાષ્ટ્રનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકશે. આ તબકકે મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટૃરનું પંચગવ્ય પ્રોડકટસ, ગૌમય દિવા, લક્ષ્મીજી, ગણેશજીની મૂર્તિ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટૃરએ પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી તથા પોતાના તેમજ હરીયાણા સરકારના તમામ સહયોગની ખાત્રી આ અભિયાન અંગે આપી હતી. મુલાકાત દરમ્યાન હરીયાણા ગૌસેવા આયોગના અધ્યક્ષ સર્વણકુમાર ગર્ગ સાથે જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here