હરિયાણવી ફેમસ સિંગર અરવિંદ જાંગીડનું સોન્ગ ’ગર્લફ્રેન્ડ’એ ધૂમ મચાવી

0
15
Share
Share

મુંબઈ,તા.૧૨

હરિયાણવી ફેમસ સિંગર અરવિંદ જાંગીડનું નવું સોન્ગ આજકાલ ધૂમ મચાવી રહ્યું છે. ’ગર્લફ્રેન્ડ’ ટાઇલનું આ સોન્ગ રિલીઝ થતાં જ વાયરલ થઇ ગયું છે.  આ સોન્ગ  રિલીઝ થયાને હજી એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. અને અત્યાર સુધીમાં તેને યુટ્યૂબ પર ૫૩ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. અરવિંદ જાંગીદના અવાજમાં ગવાયેલા સોન્ગ ’ગર્લફ્રેન્ડ’ નું લિરિક્સ છે. ’ધીરે ધીરે બઢી નજદિકિયા  ધીરે ધીરે ગર્લફ્રેન્ડ બન ગઇ’ આ સોન્ગ અજય હૂડાએ લખ્યું છે. નોંધનિય છે કે, કે હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અજય હૂડા અને અરવિંદ જાંગીડની જોડીને હિટ માનવામાં આવે છે.

અરવિંદ જાંગીડ અને અજય હૂડાનું દરેક સોન્ગ રિલીઝ થતાની સાથે વાયરલ થઇ જાય છે. લોકોને તેમનો મ્યુઝિક વીડિયો ખૂબ ગમે છે. ગર્લફ્રેન્ડ સોન્ગને પણ લોકો ખૂબ જપસંદ કરી રહ્યાં છે. અરવિંદ જાંગીડનો આ હરિયાણવી મ્યુઝિક વીડિયો ‘ગમાપા’ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો છે. અંજલિ રાઘવ અને અજય હૂડા ગર્લફ્રેન્ડ સોંગમાં રોમાંસ કરતા જોવા મળે છે. તેની જોરદાર કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. અરવિંદ જાંગિડ દ્વારા વાયરલ થયેલું સોન્ગ  ૨૦૨૦ ના એટલે કે ૩૧ ડિસેમ્બરના અંતિમ દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તે સફળતાના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here