હરસિઘ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા…. હડીયાણા ખાતે દશેરાના દિવસે હવન યોજાશે

0
18
Share
Share

આ વર્ષે મહાપ્રસાદનો કાર્યક્રમ રદ તથા પરિવારજનો લાઈવ વેબસાઈટ, યુ-ટયુબ પર સંપૂર્ણ પૂજા-વિધી નિહાળી શકશે – તેજસ ત્રિવેદી

જામનગર, તા.૧૦

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામે બિરાજમાન ત્રિવેદી પરિવારના કુળદેવી હરસિઘ્ધી માતાજીના મંદિરે તા.૨૫/૧૦ દશેરાના શુભ દિવસે રાબેતા મુજબ માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દાલભ્ય ગોત્ર ત્રિવેદી પરિવારોનું આ હરિસિઘ્ધી માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાંજ ત્રિવેદી પરિવારના સુરાપુરા તથા સતિમા બિરાજે છે. દશેરાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ત્રિવેદી પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

હરસિઘ્ધી માતાજી ચેરી.ટ્રસ્ટ, હડીયાણાના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સંકટના ઘણા મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં આપણો દેશ, આપણું રાજ્ય, આપણું શહેર, આપણો પરિવાર પણ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે. આ પ્રકારની વૈશ્વિક મહામારીમાં-સમુહમાં હજારોની સંખ્યામાં એકત્રીત થવું જોખમી સાબિત થઈ શકે, માટે ટ્રસ્ટી મંડળની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો કે ચાલુ વર્ષે દશેરાના દિવસે યોજવામાં આવતા મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જેની સર્વે પરિવારજનો નોંધ લેશો. તેમજ દર વર્ષે યોજાતી સામાન્ય સભા પણ મુલત્વી રાખેલ છે. ૨૦૨૦ માં હવનમાં બેસનાર યજમાન જે પાંચ પરિવાર હોય છે તેનુ આયોજન પણ આ વર્ષ રદ કરેલ છે. ચાલુ વર્ષે માત્ર પુજારી પરિવાર દ્વારા હવન-વિધી સંપન્ન કરવામાં આવશે. સમય-સંજોગો જોતા સર્વે ટ્રસ્ટીઓને દુઃખ છે કે આ દશેરાના કાર્યક્રમમાં પરિવારજનો જોડાય શકશે નહી.

છતા પણ ટ્રસ્ટીઓએ સંસ્થાની વેબસાઈટ તથા યુ-ટયુબ પર સમગ્ર હવન તથા પુજા વિધીનું સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ લાઈવ કરવામાં આવશે. લાઈવ કાર્યક્રમ દ્વારા માતાજીના હવન, પુજા-વિધી નિહાળી દર્શનનો લાભ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. તા.૯/૧૦ શુક્રવારની યોજાયેલ હરસિઘ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠકમાં પ્રમુખ, હોદેદારો સહિત સભ્યો વર્ચ્યુઅલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here