દુબઇ,તા.૧૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ ડ્રો કરાવવામાં આર અશ્વિન અને હનુમા વિહારીએ મોટું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારી અને અશ્વિને ૨૫૬ બોલમાં ૬૨ રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં ૧૬૧ બોલમાં અણનમ ૨૩ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે ૩ કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.
હનુમા વિહારીની આ ઈનિંગ પર આઈસીસી પણ ફિદા થયું હતું. આઈસીસીએ ટિ્વટ કરીને સિડની ટેસ્ટને ડ્રો કરાવવા માટે હનુમા વિહારીના લડાયક મિજાજને સલામ કરી હતી. ઉપરાંત દ્રવિડને બર્થ ડે ગિફટ આપી હોવાનું લખ્યું હતું.