હડિયાણા : અંબાજી મંદિર ટ્રસ્ટના નવચંડી યજ્ઞને મંજુરી અન્ય કાર્યક્રમો રદ કરાયા

0
23
Share
Share

જામનગર તા. ર૪

હડિયાણાના અંબાજી મંદિર ટ્રસ્ટ ખાતે નવચંડી યજ્ઞ સિવાયના તમામ કાર્યક્રમો રદ કરાયા છે. યજ્ઞના દર્શન પણ ઓનલાઇન થઇ શકશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ હડિયાણા દ્વારા વર્ષો થી પરંપરા મુજબ યોજાતા નવચંડી યજ્ઞ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષના નવચંડી યજ્ઞ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે કે દર વર્ષની પરંપરા મુજબ નવચંડી યજ્ઞ ચાલુ રહેશે પરંતુ કોરોના મહામારી ના કારણે સરકારની ગાઇડલાઇન અને આદેશ મુજબ અને ભકતજનોમાં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે ધ્યાનમાં રાખીનેે નિર્ણય કરવામાં આવ્યો છે કે માત્ર ટ્રસ્ટી મંડળમાં થી કોઇ એક કપલ યજ્ઞના યજમાન પદે બિરાજમાન થશે અને માત્ર ટ્રસ્ટી બ્રાહ્મણોની હાજરીમાં જ આ વર્ષેની આ હોમાત્મક નવચંડી યજ્ઞનું કાર્ય પુર્ણ કરવામાં આવશે.

યજ્ઞ કાર્યના લાઇવ દર્શન આપણા ફેસબુક પેજ પરથી નીહાળી શકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here