હડાળા ગામે હોસ્ટેલમાંથી ૧૨ હજારની મતાની ચોરી

0
39
Share
Share

રાજકોટ, તા.૨૧

હડાળા ગામના પાટિયા પાસે આસ્થા બોયઝ હોસ્ટેલમાંથી સ્ટીલના નળ, કુકર, ઈડલીની પ્લેટ સહિતની ચીજ વસ્તુ મળી રૂા.૧૨૪૦૦ નો મુદામાલ ચોરી ગયા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ચોરીના બનાવ અંગે મૂળ વેરાવળના ખંડેરી ગામમાં રહેતા રાજકોટ મોરબી રોડ પર હડાળા ગામ પાસે આસ્થા બોયઝ હોસ્ટેલનો વહીવટ સંભાળતા પ્રદિપસિંહ માનસિંગ વાળાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે સ્ટીલના નળ ૪૦ કિંમત રૂા.૧૦,૦૦૦, ઈડલી પ્લેટ નંગ ૧૨ કિંમત રૂા.૧૨૦૦, ટીનની તપેલી સહિત પરચુરણ સામાન મળી રૂા.૧૨,૪૦૦ નો મુદામાલ ચોરી ગયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. એ.એસ.આઈ. એચ.એમ.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

તરઘડી સબ સ્ટેશનમાંથી રૂા.૧૭૦૦ નો વિજ વાયર ચોરી જતો કર્મચારી

પડધરી નજીક તરઘડી ગામે ૬૬ કે.વી. સબ સ્ટેશનમાંથી વીજ કર્મચારી વીજ વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક આસ્થા એવન્યુમાં રહેતા અને પડધરી નજીક તરઘડી ગામે ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ લક્ષ્મણભાઈ પટેલે રાજકોટ આસોપાલવ રેસીડેન્સીમાં રહેતા સુરેશ કાનજીભાઈ સરવૈયા નામનો વીજ કર્મચારી રૂા.૧૭૦૦ ની કિંમતનો ૯ મીટર કોપર વાયર ચોરી કરી ગયાની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વીજ કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here