અમદાવાદ,તા.૨૭
૩ દિવસથી સફાઈ ન થતા હડતાળની અસર શહેરમા જોવા મળી રહી છે. કચરો નહિ ઉપાડતા ચારેતરફ ગંદકી દેખાઈ રહી છે. સફાઈકર્મીઓ હવે હડતાળના મામલે આકરા મૂડમાં આવી ગયા છે. તો બીજી તરફ, સફાઈ કર્મચારીઓએ ધરણા સ્થળ પર જ રસોડું ઉભું કરીને જમવાની વ્યવસ્થા કરી હતી. આ વચ્ચે હવે સફાઇકર્મી પોતે જ ગંદકી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એએમસીની ડોર ટુ ડોર ગાડીનો કચરો રોડ પર ઢાલવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સફાઈકર્મીઓનએ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે ધરણા કર્યા હતા. પરંતુ હવે શહેરની સફાઇ કરતા કર્મીઓ જ શહેરમાં ગંદકી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ડોર ટુ ડમ્પની ગાડી દ્વારા કચરો રોડ પર ઠાલવવામાં આવ્યો છે. વસ્ત્રાપુર સ્થિત લાડ સોસાયટી રોડ પર કચરો ઠાલવતા સીસીટીવી સામે આવ્યા છે. સફાઈ કર્મચારીઓની હડતાળના ચોથા દિવસે શહેરમાં હડતાળની અસર બતાવવા પ્રયાસ કરી રહ્યા છે.
સફાઈકર્મીઓની અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ અને વારસાઈ હકની માંગણી યથાવત છે. નવા પશ્ચિમ ઝોનના સફાઇ કામદારના યુનિયનના આગેવાનો પડતર પ્રશ્નોની રજુઆત કરવા માટે બોડકદેવની નવા પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીમાં પહોંચ્યા હતા પણ હાજર અધિકારીઓએ તેમને સાંભળ્યા ન હતા સાથે પોલીસ બોલાવીને તેમની અટકાયત કરવામાં આવી હતી.