સ્વાસ્થ્યની કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લેતા રાજકોટ મ્યુનિ. કમિશનર તથા અધિકારી કોવિડ – ૧૯ જાગૃતતા માટે રૂડા કચેરી ખાતે પણ શપથવિધિ કાર્યક્રમ યોજાયો

0
26
Share
Share

રાજકોટ તા.૧૫

કોરોના વાઇરસ સામે કામગીરી કરતા કરતા પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી એ પણ ખુબ જરુરી છે. કોવિડ – ૧૯ સામેની લડવા માટે પોતે સ્વસ્થ રહેવું જરુરી છે. સાવચેતી સાથે કામગીરી કરી રાજકોટ શહેરને કોરોના મુક્ત કરીએ. કોવિડ-૧૯ ની જાગૃતતા માટે આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંઘ, શ્રી સી. કે. નંદાણી, તેમજ મનપાના અને રુડા કચેરીના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ નીચે આપેલ પ્રતિજ્ઞા લીધી હતી.

પ્રતિજ્ઞાઃ હું  શપથ લઉં છું કે,    હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું,  દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ,  મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ,  તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here