સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા કરેલ કાર્ય અને ટીમની સક્રિયતાની લીંબડી ખાતે યોજાયેલ બેઠકમાં સમીક્ષા

0
18
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૩૦

લીંબડી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની જિલ્લા બેઠકનું આયોજન લોક ડાઉન બાદ પ્રથમ વખત યોગ્ય ડિસ્ટન્સ સાથે યોજાયેલ.

જેમાં ઝોન સંયોજક ધવલભાઈ દવે અને હરીશભાઈ મચ્છર, સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક ભવાનસિંહ ટાંક, સહ સંયોજક જયભાઈ શાહ સહિતના હોદેદારો તેમજ લીંબડી શહેર-તાલુકા ભાજપના પ્રમુખોની ઉપસ્થિતિમા લીંબડી સરસ્વતી વિદ્યાલયમાં બેઠક  મળેલ.

આ બેઠકમાં ઝોન સંયોજક ધવલભાઈ દવેએ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા કરેલ કાર્ય અને ટીમની સક્રિયતાની સમીક્ષા તેમજ સરકારની દરેક યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા અને  વિસ્તારક તરીકે આગામી દિવસોમા ગામે ગામ જઈને  કરવાની કામગીરી અને તેના દ્વારા મળેલ માહિતી જિલ્લા સંયોજકને આપી સરકારના યોગ્ય વિભાગ સાથે સંકલન કરી લાભાર્થીને લાભ અપાવવા કટીબધ્ધ બનવા સંયોજકો ને માર્ગદર્શન આપેલ. આ મિટિંગમા આવેલ મહાનુભાવો અને મહેમાનોનું સન્માન વર્તમાન પરિસ્થિતિ ને લઈને માસ્ક અને સેનિટાઇઝર ની બોટલ આપીને કરવામા આવેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here