રાજકોટ, તા.૧૧
રાજકોટ મનપાના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં આવતીકાલે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગ અંતર્ગત જનજાગૃતીની બાઈક રેલીનુ સવારે ૧૦ કલાકે અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
આ બાઈક રેલી આયોજન માટે શહેર યુવા મોરચાના પ્રદીપ ડવ અને પ્રભારી ફાલ્ગુનભાઈ ઉપાઘ્યાયની પ્રેરક ઉપસ્થિતિમાં બાઈક રેલીના સુચારૂ આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. યુવા મોરચા દ્વારા આવતીકાલે સવારે ૧૦ કલાકે શહેરના તમામ વોર્ડમાંથી બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવશે, જેની વોર્ડવાઈઝ રૂટની વિગતો નીચે મુજબ છે.
જે અન્વયે વોર્ડ નં.૧ માં બાઈક રેલીનુ પ્રસ્થાન હિતેશ મારૂની ઓફીસેથી રામાપીર ચોકડી થઈને વિવિધ વિસ્તારોમાંથી ફરીને દ્વારકેશપાર્ક, રૈયાધાર સમાપન થશે. વોર્ડ નં.૨ માં બાઈક રેલી બજરંગ વાડી સર્કલથી પ્રસ્થાન થઈને હનુમાન મઢી-પ્રગતિ સોસાયટી સમાપન, વોર્ડ નં.૩ માં આંબલીયા હનુમાન-જંકશન પ્લોટથી પ્રસ્થાન થઈને વીર હમીરસિંહ ચોક સમાપન, વોર્ડ નં.૪ માં જકાતનાકા મોરબી રોડથી પ્રસ્થાન થઈને રાજલક્ષ્મી સોસાયટી સમાપન, વોર્ડ નં.૫ માં પારૂલ બગીચાથી પ્રસ્થાન થઈને પેડકના ગેઈટ પાસે સમાપન, વોર્ડ નં.૬ માં પાણીના ઘોડા પાસેથી પ્રસ્થાન થઈને રાવણ ચોક સમાપન, વોર્ડ નં.૭ માં કીસાનપરા ચોકથી બાઈક રેલી પ્રસ્થાન થઈને રામનાથપરા સમાપન, વોર્ડ નં.૮ માં કોટેચા ચોકમાં સ્વામી વિેકાનંદ પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને પ્રસ્થાન થશે અને અમરનાથ મહાદેવ મંદીર સમાપન, વોર્ડ નં.૯ માં આકાશવાણી ચોકથી શરૂ કરીને ઈન્દીરા સર્કલ સમાપન, વોર્ડ નં.૧૦ માં હનુમાન મઢીથી પ્રસ્થાન થઈને ઈન્દીરા સર્કલ સમાપન, વોર્ડ નં.૧૧ માં બાલાજી હોલથી પ્રસ્થાન થઈને મોટામવા ગામના પાદર પૂર્ણ, વોર્ડ નં.૧૨ કાર્યાલય, ૧૫૦ ફુટ રીંગ રોડ થઈને મવડી મેઈન રોડ સમાપન, વોર્ડ નં.૧૩ માં સ્વામીનારાયણ ચોક પ્રસ્થાન કરીને સ્વામીનારાયણ ચોક સમાપન, વોર્ડ નં.૧૪ માં પવનપુત્ર ચોકથી શરૂ થઈને જીવરાજ હોસ્પિટલ ચોક સમાપન, વોર્ડ નં.૧૫ માં ચુનારાવાડ ચોકથી શરૂ થઈને મહાકાળી ચોક સમાપન, વોર્ડ નં.૧૬ માં કોઠારીયા મેઈન રોડથી પ્રારંભ થઈને બડે બાલાજી મંદીર પૂર્ણ, વોર્ડ નં.૧૭ માં ત્રિશુળ ચોકથી શરૂ થઈને આરએમસી ઓફીસ પૂર્ણ અને વોર્ડ નં.૧૮ માં હરીદર્શન કોમ્પલેક્ષ, કોઠારીયા ગામથી શરૂ કરીને શ્યામ હોલ-ભાજપ કાર્યાલય સમાપન થશે.