સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતીઃ આણંદ ખાતે બાઈક રેલી યોજાઈ

0
21
Share
Share

આણંદ,તા.૧૨

આણંદ શહેર ભાજપ સંગઠન તથા યુવા મોરચા દ્વારા યુવાનોના આદર્શ તથા પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ટાઉન હોલ પાસેથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આણંદ શહેરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ નિમિત્તે ભાજપ સંગઠન આયોજીત બાઈક રેલી આજે ટાઉન હોલથી પ્રસ્થાન કરી રેલ્વે ગોદી પાસે ગાંધીજીની પ્રતિમા પાસે પુર્ણ થઈ હતી.

આણંદ ટાઉન હોલ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલે લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મીતેશ પટેલે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ યુવા દિવસ આજે યુવાનોનો દિવસ છે. સ્વામી વિવેકાનંદ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે જે કામ નક્કી કરો તેની પાછળ લગનથી લાગેલા રહો અને કામ પુર્ણ થાય ત્યાં સુધી મંડ્યા રહો. સફળતા અવશ્ય મળશે.

સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારો સમાન છે. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું અને વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે. આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ(બકાભાઈ),જિલ્લા મહામંત્રી નિરવભાઈ અમીન,મયુરભાઈ સુથાર,આણંદ શહેર પ્રમુખ મયુર પટેલ,મહામંત્રી સ્વપ્નિલ પટેલ,રાજેશ પઢીયાર,ઇંદ્રજીતભાઈ,વિજયભાઈ માસ્તર,પ્રજ્ઞેશભાઈ,યુવા પ્રમુખ મૌલિક પટેલ(મુસા),સચિન પટેલ, આસવભાઈ ,પ્રતીકભાઈ સહીત મોટી સંખ્યામાં કાર્યકતૉ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here