રાજકોટ તા. 22
ફેબ્રુઆરી, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે આગામી તા. ૨૩મી ફે્બ્રુઆરીને મંગળવારનાં રોજ પાવન એકાદશી પર્વ નિમિતે શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવો સમક્ષ વિવિધ ફળો જેવા કે સફરજન, દાડમ, કેરી, દ્રાક્ષ, કેળા,ટેટી, જામફળ,ચેરી સંતરા, ચીકુ અનાનસ, કમલમ, રાસબરી, સ્ટ્રોબરી, મોસંબી, પેરુ, બોર વગેરે ફ્રુટની આકર્ષક રચના સંતો-હરીભકતો ધ્વારા કરી દિવ્ય પાવન ફળોત્સવનું ખુબજ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે તેમ ભુપેન્દ્રરોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરનાં મહંતસ્વામીશ્રી રાધારમણદાસજીએ જણાવ્યુ હતું.
મહંત સ્વામીશ્રી રાધારમણદાસજીએ ફળોત્સવ મહોત્સવની વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ફળોત્સવમાં દેવોને ધરવામાં આવેલ તમામ ફળો વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, નારી સુરક્ષા ગૃહ, સરકારી હોસ્પિટલમાં લાભાર્થી જરુરીયાતમંદ લોકોને વિતરણ કરી એકાદશી પર્વની પાવન મનાવવામાં આવશે.
ફળોત્સવનાં દર્શનનો લાભ ભાવિક ભકતો બહોળા પ્રમાણમાં લઇ શકે તે માટે દર્શનનો સમય સવારનાં ૭/૩૦ થી સાંજનાં ૬/૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. તો આ દિવ્ય ફળફ્રુટ-ફળોત્સવ દર્શનનો લાભ લેવા મહંતસ્વામી શ્રી રાધારમણદાસજીએ ધ્વારા અનુરોધ કરવામાં આવેલ છે