સ્વાતંત્ર્ય સંગ્રામનો મુક્તિયંત્ર ‘વંદેમાતરમ’ના રચિયતા બંકિમબાબુની આજે જન્મ જયંતિ

0
12
Share
Share

સ્વાતંત્ર્ય સંગ્રામનો મુક્તિમંત્ર ‘વંદેમાતરમ’ના રચિયતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ સને ૧૮૩૮ના જુન માસની ૨૬મી તારીખના શુભદિને થયો હતો. જન્મ સ્થળ કલકતા પાસેનું કટાલપાડા ગામ. તેમના પિતા યાદવચંદ્ર-ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેકટર હતા. પછી ડે. કલેકટર પણ બન્યા હતા. એમનું પ્રમાણિક, ન્યાયપૂર્ણ સદાચારી જીવન સમગ્ર બંગાળમાં આદરપાત્ર બન્યું હતું. તેમણે ક્રાંતિકારી વિખ્યાત નવલકથા ‘આનંદમઠ’ લખી છે. જેમાં ‘વંદેમાતરમ’નો જયઘોષ અનેક નવલોહિયા યુવાનોને પોતાના પ્રાણની આહુતિ આપવાની પ્રેરણા આપનાર બન્યો હતો. અનેક યુવાનોએ કોલેજો છોડી, બ્રિટિશ સરકારની નોકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાની પ્રેરણા ‘વંદેમાતરમ’ ક્રાંતિ ગીતમાંથી મેળવી હતી. શહિદ ભગતસિંહે ફાંસીની સજા વખતે ફાંસીનો ગાળિયો પોતાના સ્વહસ્તે અને હસ્તે મુખે ગળામાં નાખી ‘વંદેમાતરમ’નો બુલંદી નાદ કરીને ફાંસીએ ચડેલ. મહર્ષિ અરવિંદ ઘોષે ‘વંદેમાતરમ’નો અંગ્રેજી અનુવાદ કરેલ. ‘વંદેમાતરમ’નો ઉલ્લેખ એન્સાઈકલોપિડિયા બ્રિટાનિકામાં કરવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે બંકિમબાબુ વીસ વરસના નવયુવાન હતા. માતૃભૂમિ હિન્દની આઝાદી એમનો જીવનમંત્ર હતો. અંગ્રેજ સરકારે ‘વંદેમાતરમ’ ક્રાંતિ ગીત અને ‘આનંદમઠ’ નવલકથા જપ્ત કરી પ્રતિબંધ લાદેલ. સને ૧૮૭૨થી ૧૮૯૪ મૃત્યુપર્યંત તેઓ બંગાળના સાહિત્ય જગત પર છવાયેલા રહ્યા હતા. આજે પણ ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનામાં ‘વંદેમાતરમ’ રાષ્ટ્રીય ગીત ઉત્સાહથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગાય છે અને રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરે છે.

આવા મહાન ‘વંદેમાતરમ’ના સજર્કને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન હો. ‘વંદેમાતરમ’ છેલ્લા વિશ્વ સર્વેક્ષણ પ્રમાણે રાષ્ટ્રીય ગીતોની લોકપ્રિયતામાં ‘વંદેમાતરમ’ વિશ્વનું બીજું સ્થાન ધરાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here