સ્માર્ટફોનમાં વિસ્ફોટ થઇ શકે છે

0
27
Share
Share

સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ અને આગના સમાચાર આવતા જ રહે છે

સ્માર્ટ ફોનમાં આગ અને બ્લાસ્ટ જેવી ઘટનાઓને રોકવા માટે પોતાના સ્માર્ટ ફોનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે

કેટલાક લોકો પોતાના સ્માર્ટ ફોનને ચાર્જિંગ પર લગાવીને ઉંઘવા માટે જતા રહે છે. આ તરીકો લાઇફ માટે ઘાતક સાબિત થઇ શકે છે. હાલમાં જ મોબાઇલ ફોનમાં વિસ્ફોટની મોટી મોટી ઘટના સપાટી પર આવી છે. મલેશિયાની કંપની  ક્રેડલ ફંડના ગ્રુપ સીઇઓ નાજરીન હસનનુ મોત મોબાઇલ ફોન ફાટી જવાના કારણે થઇ ગયુ હતુ. તેઓ બ્લેકબેરી અને હુવેઇ ફોનનો ઉપયોગ કરતા હતા. બંને ફોન એ વખતે ચાર્જિંગ પર લાગેલા હતા. એ વખતે જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટનો એકમાત્ર મામલો નથી. તે પહેલા પણ આવા કિસ્સા વારંવાર સપાટી પર આવતા રહ્યા છે. દુનિયાભરમાં મોબાઇલ ફોનમાં આગ ફાટી નિકળવા અને બ્લાસ્ટ થવાના સમાચાર સતત આવતા રહે છે. સ્માટ ફોનમાં વિસ્ફોટ થવા માટેનુ કારણ લીથિયમ આયર્ન બેટરી છે. જે ચાર્જિંગ દરમિયાન ગરમ થઇ જાય છે. કેટલીક ખાસ ટિપ્સથી સાવધાની રાખી શકાય છે. સ્માર્ટ ફોન બનાવનાર કંપનીઓ આ બાબત પર ધ્યાન આપે છે કે યુઝર્સને માત્ર ઓરિજનલ ચાર્જર જ ઉપયોગમાં લેવા જોઇએ. ઇરાદો વધારે એક્સેસરીજ વેચવા માટેના રહેલો નથી પરંતુ કંપનીઓને અન્ય ચાર્જર્સ પર વિશ્વાસ રહેતો નથી. જો ચાર્જર ખરાબ થઇ જાય અથવા તો ગુમ થઇ જાય તો ઓરિજનલ ચાર્જર ખરીદવાના જ પ્રયાસ કરવા જોઇએ. અથવા તો એવા ચાર્જર ખરીદવા જોઇએ જે ઓરિજનલ કંપનીમાં ડીલ કરે છે. હેન્ડસેટમાં ફોન્ના મોડલ મુજબ મેન્યુફેક્ચરથી અપ્રુવ્ડ બેટરી રહે તે જરૂરી છે. બેટરીમાં કોઇ પણ પ્રકારની નુકસાની છે કે કેમ તેની પણ ચકાસણી કરવી જોઇએ. બેટરી લીક થવાના કેસ પણ જોવા મળે છે. અથવા તો વિસ્ફોટ થવાની શંકા પણ રહે છે. આ બાબત પણ જરૂરી છે કે તમે યોગ્ય સમય સમય પર સ્માર્ટ ફોનની જુની બેટરીને બદલતા રહો.ક્યારેય પણ સ્માર્ટ ફોનને પાણી અથવા તો બિસ્તરની પાસે ચાર્જ પર ન મુકવામાં આવે. ફોનને ચાર્જ કરતી વેળા ફોનને ઓસિકાની નીચે મુકી દેવાની સ્થિતીમાં ફોનમાં ગરમીનુ પ્રમાણ વધી જાય છે. જેથી નુકસાન થવાનો ખતરો રહે છે. પોતાના સ્માર્ટ ફોનને ગર્મ સ્થાનો જેમ કે કારના ડેશબોર્ડ અથવા તો રેડિએટરની પાસે પણ મુકવા જોઇએ નહી. આ ઉપરાંત સીધી રીતે સનલાઇટથી બચાવીને રાખવામાં આવે તે જરૂરી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે લાંબા સમય સુધી સ્માર્ટ ફોનને ચાર્જ કરવાની સ્થિતીમાં બેટરીની ક્ષમતામાં અસર થાય છે. તેની બેટરી પર નેગેટિવ અસર થાય છે. જો બેટરી ૯૦ ટકા સુધી ચાર્જ થઇ ચુકી છે તો તેને વધારે ચાર્જ કરવાની કોઇ જરૂર રહેતી નથી. બેટરીને પૂર્ણ રીતે ડિસ્ચાર્જ થવાની સ્થિતીમાં જ ચાર્જ કરવામાં આવે તે જરૂરી છે. ફોનને સમગ્ર રાત્રી ગાળા દરમિયાન ક્યારેય પણ ચાર્જ કરવાના પ્રયાસો કરવા જોઇએ નહી. આ બાબત અંગે માહિત મેળવ લેવી મુશ્કેલ છે કે સ્માર્ટ ફોનના ઝડપથી નીચે પડતાની સાથે જ શુ પ્રતિક્રિયા આવશે. આ આંતરિક અને બહારના નુકસાન પર આધારિત છે. આના કારણે કેથોડ અને એનોડ વચ્ચે સ્થિત ઇન્ટરનલ બેટર સેપરેટરથી ખસી શકે છે. આના કારણે ચાર્જિગ દરમિયાન તાપમાન વધી જાય છે. સાથે સાથે આગ પણ લાગી શકે છે. ફોનને સુરક્ષિત રીતે કામમાં લેવામાં આવે તે જરૂરી છે. ફોનને ચાર્જ કરતી વેળા બેટર ખુબ ગરમ લાગે તો ફોનને તરજ પાવર સોર્સથી અલગ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ ડિવાઇસને સ્વીચ ઓફ કરી દેવાની જરૂર હોય છે. ડિવાઇસને એક અન્ય જગ્યાએ મુકી દેવાની જરૂર હોય છે. જ્યાં જ્વલનશીલ ચીજો ન હોય તેવી જગ્યાએ આને મુકવામાં આવે તે જરૂરી હોય છે. થોડાક સમય બાદ જ ફોનને ફરી ચાલુ કરવા જોઇએ. આ તમામ પ્રકારની સાવધાની રાખીને સ્માર્ટ ફોનમાં થતા વિસ્ફોટ અને આગ લાગી જવાન ઘટનાથ બચી શકાય છે. મોબાઇલ બ્રાન્ડેડ કંપનીના હોય તો પણ વિસ્ફોટ થવા અને આગ લાગી જવાની શક્યતા રહેલ છે. જો કે મોટી કંપનીઓ તમામ બાબતની કાળઝી રાખે છે પરંતુ લાપરવાહીથી નુકસાન થઇ શકે છે. આગામી દિવસોમાં મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ દ્વારા પણ આ પાસા પર વધારે ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે મોબાઇલ સાથે જોડાયેલી આ પ્રકારની ઘટના હાલના સમયમાં વધી રહી છે. સાથે સાથે વિવિધ પાસા પર ગંભીરતાથી પણ કંપનીઓ ધ્યાન આપી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here