‘સ્પોટર્સ ફોર સોશ્યલ ચેન્જ’ વિષય પર જીનિયસ સંવાદનું આયોજન

0
32
Share
Share

રમત-ગમત ફકત બાળકોના શારીરિક ઘડતર માટે જ નહી પરંતુ આજના સમયમાં કારકિદર્ી ઘડતર માટે પણ ખુબ અગત્યનુ છે : ડી. વી. મહેતા

રાજકોટઃ તા.૨૮

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ, સામાજીક પ્રશ્નો, આધ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉપર જીનિયસ સંવાદના માધ્યમથી વિવિધ પ્રશ્નો અંગે તજજ્ઞોના અભિપ્રાય અને તેમના દ્રષ્ટીકોણ લોકો સમક્ષ મુકવાનું આયોજન કરવામાં આવે છે. આ સંવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેમાં આગામી રવિવારને તા. ૨૯ નવેમ્બરના દિવસે સવારે ૧૧ઃ૦૦ કલાકે શિક્ષણ તેમજ રમત-ગમત ક્ષેત્રના નિષ્ણાતોમાં ઘણા રાજયોની ટીમ સાથે સ્પોટર્સ ડોકટર અને ક્રિકેટ કોચ તરીકે જોડાયેલા ડો. કિંજલભાઇ સુરતવાલા, રાજકોટના જાણીતા ક્રિકેટર સિતાંષુભાઇ કોટક અને પૂર્વ રણજી ક્રિકેટર તેમજ શિક્ષણવિદ સુદીપભાઇ મહેતા દ્વારા ’સ્પોટર્સ ફોર સોશ્યલ ચેન્જ’ વિષય પર સંવાદ યોજાશે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિઃશુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન અને શિક્ષણવિદ ડી.વી.મહેતાના કહેવા મુજબ રમત-ગમત ફકત બાળકોના શારીરિક ઘડતર માટે જ નહી પરંતુ આજના સમયમાં કારકિદર્ી ઘડતર માટે પણ ખુબ અગત્યનુ છે. ખેલ-કુદ બાળકોને સ્વાભાવિક રીતે જ પસંદ હોય છે, પરંતુ અત્યારના સમયમાં તેને કારકિદર્ી તરીકે પણ પસંદ કરી રમત-ગમતના રસને આજીવિકાના માધ્યમ તરીકે પણ પસંદ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં રમત-ગમત સમાજમાં આર્થિક વિકાસ, સામાજીક ઉત્કર્ષ, સાંસ્કૃતિક જોડાણ, તંદુરસ્ત જીવનશૈલી, શિક્ષણ વિકાસ, જાતીય સમાનતા અને વિશ્વશાંતિ જેવા અનેક હકારાત્મક પરિણામો લાવી રહ્યું છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક – પ્રાઇવેટ પાટર્નરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કરવા એક સંયોજીત યોજનાના ભાગ રુપે જિલ્લા કક્ષા સ્પોટર્સ સ્કુલ અમલમાં મુકવામાં આવેલ છે, જેમા જીનિયસ ગ્રુપની જય ઇન્ટરનેશનલ સ્કૂલ પણ રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલ તરીકે પસંદગી પામી કાર્યરત છે. આ વિષય અંગે રમત-ગમત ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી વધુ જાણવા આ વખતનો જીનિયસ સંવાદ ’સ્પોટર્સ ફોર સોશ્યલ ચેન્જ’ વિષય પર યોજાયો છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પરથી  રવિવારને ૨૯ નવેમ્બરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જોડાય શકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here