સ્પીડબ્રેકર બનાવવા બાબતે સ્થાનિકોએ ઢોર માર માર્યાનો મનપાના વર્ક આસિસ્ટન્ટનો આક્ષેપ

0
13
Share
Share

રાજકોટ,તા.૨૯

રાજકોટના વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં સ્પીડબ્રેકર બનાવવા બાબતે સ્થાનિક લોકો અને કોર્પોરેશનના વર્ક આસિસ્ટન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં સ્થાનિક લોકોએ ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વર્ક આસિસ્ટન્ટને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ દોડી ગયા છે અને પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

બજરંગવાડી વિસ્તારમાં સ્પીડબ્રેકર બનાવવા માટે આજે કોર્પોરેશનના વર્ક આસિસ્ટન્ટ ચેતન પિત્રોડા ગયા હતા. ત્યારે સ્પીડબ્રેકર બનાવવા મામલે સ્થાનિક લોકોએ તેમની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં લોકો ઉશ્કેરાયા હતા અને ચેતનને ફડાકા ઝીંકી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ દોડી ગયા હતા અને ચેતનને બેભાન હાલતમાં જ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે માર મારનાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here