સ્પિનર હરમીતસિંહે શ્રીસંતને લઈને કર્યો ઘટસ્ફોટ, કહ્યું-તે હંમેશાં મને નજીક રાખતા હતા

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૧

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૧૩, આ આઈપીએલની તે સીઝન હતી જેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. આઈપીએલ ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો હતો અને રાજસ્થાન રોયલ્સના ત્રણ મોટા ખેલાડીઓ એસ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજિત ચંદિલાને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જોકે, શ્રીસંતનો પ્રતિબંધ હવે ખતમ થવાના આરે છે અને આવતા મહિને તે મેદાનમાં પાછા ફરશે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ક્રિકેટર અને ડાબોડી સ્પિનર હરમીતસિંહ કે જેમણે ૨૦૧૨માં ભારતને અંડર ૧૯ વર્લ્ડકપ જીતાડ્યો હતો તેમણે એક સનસનીખેજ ખુલાસો કરીને તરખાટ મચાવી દીધો છે. હરમિતસિંહે એક ખુલાસો કર્યો છે કે, હું જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ હતો ત્યારે શ્રીસંત હંમેશાં મને નજીક રાખતા હતા. મારો રૂમ હંમેશાં શ્રીસંતની બાજુમાં જ રહેતો હતો.

હરમીતે જણાવ્યું કે, શ્રીસંત રાત-દિવસ પાર્ટી કરતો હતો અને તેમના રૂમમાં યુવતીઓ પણ આવતી હતી. ઇન્ટરવ્યુમાં હરમીતે જણાવ્યું કે, તે સમયે તે ટીમમાં ફક્ત બે ટેસ્ટ ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને શ્રીસંત હતા અને તે બંને મને પ્રેમ કરતા હતા. આવા વ્યક્તિઓ સાથે કોણ રહેવા તૈયાર ન થાય? પરંતુ શ્રીસંત પ્રત્યે મને વધુ લગાવ હતો અને તેના કારણે હું હંમેશાં તેમની બાજુવાળા રૂમમાં જ રહેવાનું પસંદ કરતો હતો. જેથી કોઈ અન્ય ખેલાડી મુશ્કેલીમાં ન આવે. જ્યારે શ્રીસંતને ૨૦૧૩માં ધરપકડ કરવામાં આવી, ત્યારે સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું કે મહિલા શ્રીસંતના રૂમમાં પ્રવેશ કરી રહી હતી. હરમિતે આ મુદ્દે પણ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, શ્રીસંતના રૂમમાં કોણ આવે છે તેની સાથે મારે કંઈ લેવાદેવા નહોતું. જ્યારે હું સવારે ૬ કે ૭ વાગ્યે જીમમાં જવા માટે નીકળતો હતો, ત્યારે પણ શ્રીસંત તેજ સમયે પાર્ટી કરતો હતો. મને ક્યારેય શંકા ગઈ ન હતી કારણ કે ધરપકડ કરવામાં આવેલા જીજુ જનાર્દને અમને જણાવ્યું હતું કે તે શ્રીસંતનો ભાઈ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here