સ્થુળતા પોતે મોટી આફત બની છે

0
26
Share
Share

સ્થૂળતાને લઈને આધુનિક સમયમાં વિશ્વના દેશોમાં રહેલા લોકો પરેશાન થયેલા છે. ભાગદોડની લાઈફસ્ટાઈલ, સમયનો અભાવ, ખાવાપીવાની ખરાબ ટેવ અને પૂરતી ઉંઘ નહીં મળવાની બાબત સહિતના જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરૂપે સ્થૂળતાથી તમામ લોકો ગ્રસ્ત બની રહ્યા છે. ખૂબ ઓછા લોકોને આ વાતની માહિતી છે કે સ્થુળતા દરેક વ્યક્તિના આયુષ્યમાં ઓછામાં ઓછા આઠ વર્ષ સુધીનો ઘટાડો કરી દે છે. આયુષ્યમાં ઘટાડો કરવાની સાથે સાથે જુદી જુદી બિમારીઓને આમંત્રણ આપી દેછે. જેના પરિણામ સ્વરૂપે જીવન વધારે મુશ્કેલભર્યું બની જાય છે અને ઘણા ધારાધોરણો નાની વયમાં જ પાળવાની ફરજ પડે છે. આ બાબત કોઈ અટકળ નથી પરંતુ કેનેડિયન અભ્યાસમાં સાબિત થઈ ચુક્યું છે. થોડાક સમય પહેલા જ કેનેડિયન અભ્યાસના તારણો લેન્સેટ, ડાયાબિટીસ એન્ડ ઇન્ડોક્રિનોલોજીના નામથી રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સાફ શબ્દોમાં જણાવાયું હતુ કે સ્થૂળતા આઠ વર્ષ સુધીનું આયુષ્ય ઘટાડી શકે છે. સાથે સાથે ડાયાબિટીસ અને હાર્ટની લગતી બિમારીઓમાં અનેકઘણો વધારો કરી દે છે. નાની વયમાં જ આ પ્રકારની ગંભીર બિમારીઓ કોઈ વ્યક્તિને ઘેરી લે તો તેની જીવન નરક બનવા તરફ આગળ વધે છે. વધારે પડતા વજન અને ઘટતી જતી લાઈફ વચ્ચે સીધા સંબંધો છે કે કેમ તેને આવરીલઈને કરવામાં આવેલા અભ્યાસમાં સંશોધકો એવા તારણ પર પહોંચ્યા કે તેમની વચ્ચે સીધા સંબંધો રહેલા છે. સ્થૂળ વ્યક્તિ ઓછા સમય સુધી પોતાનું જીવન ટકાવી શકે છે. હેલ્થી વર્ષો લાઈફમાં જતા રહે છે. ૨૦થી લઈને ૭૯ વર્ષની વયજૂથના ૪૦૦૦થી પણ વધુ લોકોને આવરી લઈને કરવામાં આવેલા આ અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવ્યા બાદ એક બાબત નિશ્ચિત બની છે કે જે લોકો ખૂબજ સ્થૂળ બની ગયા છે તે લોકો જીવનના આઠ વર્ષ ગુમાવી શકે છે. જ્યારે ઓવર વેઈટ ધરાવનાર લોકો પણ લાઈફના ત્રણ વર્ષ ગુમાવે છે. વધુમાં હેલ્થી લાઈફના વર્ષ ઓવર વેઈટ વાળા લોકો વધુ ગુમાવે છે. સામાન્ય વજન ધરાવનાર લોકોની સરખામણીમાં વધુ વજન ધરાવનાર લોકોની લાઈફ ઘણા વર્ષ સુધી ઘટી જાય છે. નાની વયમાં જ ખૂબ વધુ જાડિયા થઈ ગયેલા લોકો હેલ્થી લાઈફ સ્ટાઈલના ઓછામાં ઓછા ૧૯ વર્ષ ગુમાવી દે છે. ડાયાબિટીસ અથવા હાર્ટના રોગથી મુક્ત એવી લાઈફ સ્ટાઈલ દરેક વ્યક્તિ ઇચ્છે છે પરંતુ ઓવર વેઈટ અથવા તો સ્થુળતાની નકારાત્મક અસર યુવા લોકોમાં ેજીવનને ઘટાડે છે જેને ખૂબજ સાવધાનીપૂર્વક સમજવાની જરૂર છે અને સ્થૂળતાને રોકવાની દિશામાં પગલા પણ જરૂરી છે. વયની સાથે સાથે વજન ખૂબ મહત્વ રાખે છે. ધુમ્રપાનની જેમ જ ઓવરવેઈટ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે, જે રીતે મહિલાઓમાં સ્થૂળતા ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે તેવી જ રીતે ઓછુ વજન પણ ઘણી બિમારીઓને આમંત્રમ આપે છે. આનો મતલબ એ થયો કે, સ્થૂળતા અને વધારે પડતુ ઓછુ વજન બંને ખતરનાક છે. જેથી મહિલાઓને પોતાના વજન બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)મુજબ રાખવા તબીબો સલાહ આપે છે. બીએમઆઈ દરેક વ્યક્તિની હાઇટ અને વજન ઉપર આધારિત હોય છે. બોડી માસ ઇન્ડેક્સ અને અન્ય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૪ ફુટ ૧૦ ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન આદર્શ રીતે ૪૯-૫૪ કિલો, પાંચ ફુટની મહિલાઓનું વજન ૫૧-૫૭ કિલોગ્રામ હોવું જોઇએ. આવી જ રીતે મહિલાઓમાં પાંચ ફુટ એક ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન ૫૨-૫૮ હોવું જોઇએ. વજન અને હાઇટ બંનેની ગણતરી સમતુલીત પણે કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય તબીબ ડો. રચના ઝાલાએ કહ્યું છે કે, સ્થૂળતા અને વધારે પડતુ વજન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સ્થૂળતાને  કારણે એકબાજુ ડાયાબિટીસ, હાર્ટ સાથે સંબંધિત તકલીફ ઉભી થાય છે. બીજી બાજુ ડાઇટીંગ અને વધારે પડતું વજન ઉતારનાર મહિલાઓમાં પણ ઘણી બિમારીઓ ઘર કરી શકે છે. આધુનિક સમયમાં યુવતીઓ આકર્ષક દેખાવા માટે જીરો ફિગર મેળવવા પ્રયાસ કરે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.

હાઇટ માટે આદર્શ વજન

હાઇટ     વજન (કિલોગ્રામમાં)

૪ ફુટ ૧૦ ઇંચ      ૪૯-૫૪

૫ ફુટ     ૫૧-૫૭

૫ ફુટ ૧ ઇંચ         ૫૨-૫૮

૫ ફુટ ૨ ઇંચ         ૫૩-૫૯

૫ ફુટ ૩ ઇંચ         ૫૪-૬૧

૫ ફુટ ૪ ઇંચ         ૫૬-૬૨

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here