સ્થાનીક ચેપનો ફેલાવો વધતા કોરોનાના ૪૯૫ નવા કેસ : કુલ કેસ ૨૨૫૬૨

0
27
Share
Share

અમદાવાદમાં ૩૨૭, વડોદરા ૩૭, સુરત ૭૭, રાજકોટ ૫, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, ભાવનગર ૨, જામનગર ૨ અને અમરેલી ૨ મળી ૨૦ જીલ્લામાં નવા દર્દી મળ્યા

૨૪ કલાકમાં ૩૧ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૪૧૬, ૩૯૨ દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા : ૬૮ વેન્ટીલેટર પર

અમદાવાદ, તા.૧૨

રાજ્યમાં પ્રિ.મોન્સુન એકટીવીટી વચ્ચે કોરોનાનો કહેર યયાવત છે. કોરોનાના સંક્રમણને અટકાવવા ચાર-ચાર લોકડાઉન બાદ અનલોક-૧ માં છુટછાટ અપાતા લોકોની અવર-જવર વધતા લોકલ ટ્રાન્સમિશનમાં વધારો જોવા મળે છે ઓછા પરીક્ષણ વચ્ચે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળે છે પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા રિકવરી રેટમાં વધારો થયો છે તેવી વાતો વચ્ચે મૃત્યુદરમાં વધારો થયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક વખત પોઝીટીવ દર્દી નો આંકડો ૫૦૦ ની નજીક છે. અત્યાર સુધીમાં કુલ કેસ ૨૨૫૬૨ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ મોત સાથે મૃત્યુઆંક ૧૪૧૬ પર પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૨ દર્દી ઓએ કોરોનાને માત આપી છે અત્યાર સુધીમાં ૧૫૫૦૧ દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે. રિકવરી રેટ ૬૮ ટકા પર પહોંચ્યો છે. ૬૮ દર્દી વેન્ટીલેટર પર છે.

રાજ્યનુ અમદાવાદ કોરોનાનુ હબ બન્યું છે રાજ્યમાં પ્રથમ અને દેશમાં મુંબઈ બાદ અમદાવાદમાં કોરોનાના દર્દી ઓ નોંધાયા છે. મૃત્યુદરમાં દશેમાં રાજ્ય અવ્વલનંબર છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૭ નવા કેસ મળી આવ્યા છે. ૨૨ દર્દી ના મોત નિપજ્યા છે. કુલ મૃત્યુઆંક ૧૧૩૯ પર પહોંચી છે. ૧૧૭ દર્દી ઓએ કોરોના સામે જંગ જીત્યા છે.

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં નવા દર્દી મળી આવ્યા છે. રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને અમરેલી પંથકમાં કોરોનાના કેસ નોંધાયા છે.

દિવમાં મુંબઈથી આવેલા માતા-પુત્રી કોરોના પોઝીટીવ

દિવમાં મુંબઈથી આવેલા અને કોરેન્ટાઈન ફેસીલીટી સેન્ટરમાં રહેતા માતા-પુત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે મામલે દિવ કલેકટર સલોની રાયે પત્રકાર પરીષદ યોજી જણાવ્યું છે કે મુંબઈથી ફલાઈટ દ્વારા આવેલા માતા-પુત્રી કોરન્ટાઈન સેન્ટરમાં રખાયા હતા જેમનો મહિલા ઉ.વ.૩૧ અને તેની પુત્રી ઉ.વ.૯ રહે.ઘોઘલા ગામના હોય સરકારી હોસ્પિટલમાં કોરન્ટાઈનમાં રાખ્યા હતા. જેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો જ્યારે તેના ૭ વર્ષના પુત્રનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો આમ દિવમાં પ્રથમ બન્ને કેસો નોંધાયા છે.

રાજ્યના ૨૦ જિલ્લામાં નવા કોરોનાના ૪૯૫ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૪૨૭ સાથે કુલ ૧૫૯૬૨, વડોદરા ૩૭ સાથે ૧૪૭૧, સુરતમાં ૭૫ સાથે ૨૪૪૪, ગાંધીનગર ૫ સાથે ૪૫૦, મહેસાણા ૭ સાથે ૧૭૭, રાજકોટ ૫ સાથે ૧૪૫, ભરૂચ ૫ સાથે ૭૪, કચ્છમાં ૪ સાથે ૯૯, બોટાદ ૪ સાથે ૬૪, સુરેન્દ્રનગર ૪ સાથે ૬પ, નવસારી ૪ સાથે ૩૯, પંચમહાલ ૩ સાથે ૧૧૩, ભાવનગર ૨ સાથે ૧૫૯, સાબરકાંઠા ૨ સાથે ૧૩૫, પાટણ ૨ સાથે ૧૦૯, જામનગરમાં ૨ સાથે ૭૩, અમરેલી ૨ સાથે ૨૧, બનાસકાંઠા ૧ સાથે ૧૪૮, અરવલ્લી ૧ સાથે ૧૩૩ અને નર્મદામાં ૧ સાથે ૨૫ કુલ કેસ નોંધાયા છે.

ગુજરાત :૩૧ના મોત,૪૯૫ કેસો

ગુજરાતમાં કોરોનાનો કાળો કેર જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૯૫ કેસ સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૨૨૫૬૨ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૪૧૬ સુધી પહોંચી ગયો છે. આજે વધુ ૩૯૨ દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. આમ હજુ સુધી રાજ્યમાં કોરોનાનો આતંક જારી રહ્યો છે. ગુજરાતમાં સ્વસ્થ થયેલા કુલ લોકોની સંખ્યા વધીને ૧૫૫૦૧ સુધી પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં જે કેસો નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં ૩૨૭ કેસ સપાટી પર આવ્યા છે. સુરતામં ૭૭ કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં મોતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધારે મોત થયા છે. છેલ્લા ૧૪ દિવસથી ગુજરાતભરમાં ૪૦૦થી વધારે કેસ સપાટી પર આવી રહ્યા છે.  ગુજરાતમાં દરરોજ સરેરાશ ૪૫૦થી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે.  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. જેમાં અમદાવાદ સામેલ છે.  ગુજરાતમાં મોત અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદમાં હાલત વધારે ખરાબ છે. કેસો અને મોતનો આંકડો અમદાવાદમાં સૌથી વધારે નોંધાઇ રહ્યો છે.  અમદાવાદમાં સ્થિતી વધારે ખરાબ છે. ગુજરાતમાં કોરોનાએ હાહકાર મચાવી દીધો છે. રાજ્યમાં રોજ ૪૦૦થીવધારે નવા કેસો ૨૪ કલાકમાં આવી રહ્યા છે. અમદાવાદમાં સ્થિતી સૌથી ખરાબ થયેલી છે. કોરોના વાયરસને લઇને સ્થિતી બેકાબુ બનેલી છે.ગુજરાતમાં અવિરત રીતે કેસો વધતા તંત્રની ચિંતા અકબંધ રહી છે. અનલોક કરવાની શરૂઆત કરવામાં આવ્યા બાદ કેસોમાં જોરદાર ભડકો જારી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે દેશમાં કોરોના ગ્રાફ  અતિ ઝડપથી વધી રહ્યો છે.ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસનો હાહાકાર જારી રહ્યો છે. ગુજરાતમાં કેસોની સ્થિતીને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાહોવા છતાં સ્થિતી બેકાબુ છે. અમદાવાદ સહિત રાજ્યના રેડ ઝોનમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હાલત કફોડી બનેલી છે.કેસોમાં રેકોર્ડ વધારો જારી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. અમદાવાદમાં મોટા ભાગે રેડ ઝોનમાં વિસ્તાર આવી રહ્યા છે. અમદાવાદમાં કેસોની સંખ્યા ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસો પૈકી અડધાથી વધારે નોંધાયેલા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. કેટલાક લોકો હજુ ગંભીર બનેલા છે. જેમને વેન્ટીલેટર પર રાખવામાં આવેલા છે.અનલોક બાદ એક પછી એક કેસ સપાટી પર આવી રહ્યા છે. ે ગુજરાતમાં સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે.અમદાવાદમાં કેસોમાં વિસ્ફોટ જારી છે. સુરતમાં પણ હાલત કફડી બનેલી છે. ગુજરાતમાં સાવચેતીના તમામ પગલા છતાં હાલમાં દેશમાં જ્યાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે તેમાં અમદાવાદ  સામેલ છે. અમદાવાદમાં હાલત ખરાબ છે.   છેલ્લા ૧૪ દિવસથી ગુજરાતમાં દરરોજ ૪૦૦થી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ ૨૬ દર્દીના મોત થયા છે.ગુજરાતમાં પણ આત્મનિર્ભર ભારત હેઠળ હવે નવી નવી જાહેરાત કરવામાં આવી રહી છે. સાબરકાઠામાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.દેશમાં જે કેસો નોંધાયા છે તે પૈકી ૧૩ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.દેશમાં જે મોત થયા છે તે પૈકી ૧૨ ટકા મોત ગુજરાતમાં થયા છે.

નવા ક્યાં કેટલા કેસો….

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહ્યો છે. કોરોનાનો આતંક જારી રહ્યો છે. કોરોનાના કારણે  અમદાવાદમાં વધુ ૩૨૭ કેસ સપાટી પર આવ્યા છે. સુરતમાં ૭૭ અને વડોદરામાં ૩૭ કેસ સપાટી પર આવ્યા છે.   ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

વિસ્તાર કેસ

અમદાવાદ     ૩૨૭

સુરત   ૭૭

વડોદરા        ૩૭

મેહેસાણા      ૦૭

ગાંધીનગર      ૦૫

રાજકોટ ૦૫

ભરૂચ   ૦૫

કચ્છ   ૦૪

બોટાદ  ૦૪

સુરેન્દ્રનગર     ૦૪

નવસારી        ૦૪

પંચમહાલ      ૦૩

ભાવનગર      ૦૨

સાબરકાઠા      ૦૨

પાટણ  ૦૨

જામનગર      ૦૨

અમરેલી        ૦૨

બનાસકાઠા     ૦૧

અરવલ્લી       ૦૧

કુલ     ૪૯૫

ગુજરાતમાં કેસ વૃદ્ધિ…

ગુજરાતમાં ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહ્યો છે. કોરોનાનો આતંક જારી રહ્યો છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે. ૧૦મી મે બાદ ગુજરાતમાં કોરોનાના કેસોની વિગત નીચે મુજબ છે.

તારીખ કેસની સંખ્યા

૧૦મી મે       ૩૯૮ (૨૭૮)

૧૧મી મે       ૩૪૭ (૨૬૮)

૧૨મી મે       ૩૬૨ (૨૬૭)

૧૩મી મે       ૩૬૪ (૨૯૨)

૧૪મી મે       ૩૨૪ (૨૬૫)

૧૫મી મે       ૩૪૦ (૨૬૧)

૧૬મી મે       ૩૪૮ (૨૬૪)

૧૭મી મે       ૩૯૧ (૨૭૬)

૧૮મી મે       ૩૬૬ (૨૬૩)

૧૯મી મે       ૩૯૫ (૨૬૨)

૨૦મી મે       ૩૯૮ (૨૭૧)

૨૧મી મે       ૩૭૧ (૨૩૩)

૨૨મી મે       ૩૬૩ (૨૭૫)

૨૩મી મે       ૩૯૬ (૨૭૭)

૨૪મી મે       ૩૯૪ (૨૭૯)

૨૫મી મે       ૪૦૫ (૩૧૦)

૨૬મી મે       ૩૬૧ (૨૫૧)

૨૭મી મે       ૩૭૬ (૨૫૬)

૨૮મી મે       ૩૬૭ (૨૪૭)

૨૯મી મે       ૩૭૨ (૨૫૩)

૩૦મી મે       ૪૧૨(૨૮૪)

૩૧મી મે       ૪૩૮(૨૯૯)

૧મી જુન       ૪૨૩(૩૧૪)

બીજીમી જુન    ૪૧૫ (૨૭૯)

ત્રીજી જુન       ૪૧૫ (૨૯૦)

ચોથી જુન      ૪૯૨ (૨૯૧)

પાંચમી જુન    ૫૧૦ (૩૨૪)

છઠ્ઠી  જુન       ૪૯૮ (૨૮૯)

સાતમી  જુન    ૪૮૦ (૩૧૮)

આઠમી  જુન    ૪૭૭ (૩૪૬)

નવમી  જુન    ૪૭૦ (૩૩૧)

૧૦મી  જુન     ૫૧૦ (૩૪૩)

૧૧મી  જુન     ૫૧૩ (૩૩૦)

૧૨મી  જુન     ૪૯૫ (૩૨૭)

નોંધ : કૌસની બહારના આંકડા ગુજરાતમા ંકેસોના છે અને કોંસમાં  રહેલા આંકડા અમદાવાદમાં કેસોના છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here