સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાર યાદી પ્રસિદ્ધ કરશે ચૂંટણી પંચ

0
22
Share
Share

ગાંધીનગર,તા.૮

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હદમાં ફેરફાર થતા નવું સીમાંકન તૈયાર કરાયું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.

જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મનપાની યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે નવા સીમાંકન મુજબ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. પંચે વધુમાં જણાવ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા તથા ૨૨૮ તાલુકા પંચાયત અને ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here