સ્ટોરેજ સુવિધાના અભાવે ત્રણ અબજ વેક્સિનથી વંચિત રહેશે

0
23
Share
Share

વેકિસન બને ત્યાંથી સિરિન્જ રૂપે પહોંચે ત્યાં સુધી તેનું સ્ટરાઈલ રેફ્રિજેશન અનિવાર્ય છે જેમાં સમય જરૂરી

બુર્કિના ફાસો, તા. ૨૬

વિશ્વમાં કોરોના વેક્સિન વિકસાવવાના પ્રયાસો આગળ વધ્યા છે પરંતુ કોલ્ડ ચેઇન સ્ટોરેજની સુવિધાના અભાવે ત્રણ અબજ લોકો સુધી કોરોના રસી પહોંચાડવાનું કામ ભારે પડકારરૂપ  બની રહે તેવી ચેતવણી નિષ્ણાતો આપી છે.

ફેક્ટરીમાં વેક્સિન બને ત્યારથી માંડીને તે વિવિધ સ્તરે વિતરીત અને પરિવહન થતી લોકો સુધી ફાઇનલ સિરિન્જ રૂપે પહોંચે ત્યાં સુધી નોન સ્ટોપ સ્ટરાઇલ રેફ્રિજરેશન અનિવાર્ય છે. પરંતુ વિશ્વના કેટલાય વિકાસશીલ દેશોમાં એવાં પણ દવાખાનાં છે જ્યાં સામાન્ય ફ્રિજ પણ પ્રાપ્ય નથી. આ સમયે પરિવહનથી માંડીને છેવાડના વ્યક્તિ સુધી કોરોના વેક્સિન પહોંચાડવાનું કામ ભારે પડકારજનક સાબિત થવાનું છે. એક અંદાજ અનુસાર વિશ્વના આશરે ૩ અબજ લોકોને આ કારણે વેક્સિન મેળવવામાં મુશ્કેલી નડી શકે છે. તેના કારણે વિશ્વના ગરીબ દેશો પર કોરોના સંક્રમિત થવાનું જોખમ પણ વધારે છે જ્યારે તેમના સુધી કોરોનાની પૂર્વનિવારક સારવાર પણ સૌથી મોડી પહોંચવાની ધારણા છે. તજજ્ઞોના મતે મધ્ય એશિયા, ભારતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ પૂર્વ એશિયા ઉપરાંત લેટિન અમેરિકામાં સંખ્યાબંધ દેશોમાં આ પ્રકારના અનેક પડકારો સામે આવી  શકે છે. આ વંચિત લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હોસ્પિટલ્સ પાસે પૂરતો મેડિકલ ઓક્સિજન સપ્લાય નથી. તેમની પાસે કોરોના ટેસ્ટ માટે પૂરતી લેબ કે તાલીમબદ્ધ ટેક્નિશિયન પણ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વેક્સિન સાચવવા માઇનસ ૭૦ ડિગ્રી ટેમ્પરેચર જરૂરી છે. આ માટે કૂલીંગ ટેક્નોલોજીના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ જંગી રોકાણની જરૂર પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here