ભાજપના ગિન્શુઆનહાઉ ઝોઉ સિંઘટ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા

0
26
Share
Share

મણિપુર,તા.૨૬

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાય એવું ભાગ્યે જ બનતુ હોય છે. મણિપુરમાં આવી જ ઘટનામાં ભાજપના ગિન્શુઆનહાઉ ઝોઉ સિંઘટ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. આ બેઠક માટે બે જ ઉમેદવારે ઉમેદવારી કરી હતી. શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવાર ખસી જતાં ઝોઉ બિનહરીફ જીતી ગયા. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ના ઉતાર્યો. મણિપુરમાં કોંગ્રેસ મજબૂત સ્થિતીમાં છે. ઝોઉ પોતે બે ટર્મ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

ઝોઉ રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષપલટો કરીને ભાજપમા જોડાતાં કોંગ્રેસે તેમને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી. ઓગસ્ટમાં સ્પીકરે પક્ષપલટા ધારા હેઠળ ઝોઉને ગેરલાયક ઠેરવતાં ખાલી પડેલી બેઠક પર ભાજપે ઝોઉને ટિકિટ આપી. ઝોઉ કોંગ્રેસ સાથે દગો કરીને ભાજપમાં જોડાયા હતા છતાં કોંગ્રેસે તેમને બિનહરીફ ચૂંટાવા દીધા તેનું સૌને આશ્ચર્ય છે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરેલો પણ ઝોઉ પાસેથી પૈસા લઈને તે બેસી જતાં ઝોઉનો રસ્તો સાફ થઈ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here