સ્ટેટ વિજિલન્સની ટીમને મળી સફળતા, ભાવનગરના મહુવામાંથી ઝડપાયું જુગારધામ

0
19
Share
Share

ભાવનગર,તા.૦૩

ભાવનગરના મહુવામાંથી જુગારધામ ઝડપાયું છે. મહુવાના સ્ટેશન રોડ પર શિવાન્ગ કોમ્પ્લેક્ષના હિરાના કારખાનામાં જુગારધામ ચાલતુ હતુ. સ્ટેટ વિજિલન્સની ટીમે  ૧૨ જુગારીઓને ઝડપી પાડયા છે. ૩ લાખ રોકડ સહિત ૪.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બહાર ગામથી જુગારીઓને બોલાવવામાં હતા.જો કે મુખ્ય સુત્રધાર સહિતના ચાર નાસી જવામાં સફળ રહ્યા હતા..મોડી રાત્રે ગાંધીનગર સુધી ફોન રણક્યાં હતા. વિજીલન્સની રેડથી સ્થાનિક પોલિસ પણ હરકતમા આવી હતી..સ્થાનિક પોલીસે પણ ૪ જુગારીને ૫૪ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here