સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે

0
12
Share
Share

૩૧ ઑક્ટોબરે વડાપ્રધાન ગુજરાત આવશેઃ ૩૨ સમિતિઓની રચના કરાઇ

નર્મદા,તા.૧૨

કેવડિયા ખાતે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ માટે અધિકારીઓની બેઠકોનો દોર પણ શરુ થઈ ગયો છે.હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત કાર્યક્રમનું કદ પણ નાનું રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહેશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દશેરાથી શરુ થઈ જશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ કાર્યક્રમને લઈને અધિકારીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. નર્મદા જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમની તૈયારીઓ માટે ૩૨ જેટલી સમિતિઓની રચના કરી છે. સમગ્ર કાર્યક્રમ માટે નર્મદા સહિત ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાઓની પોલીસ ફોર્સ સાથે વહીવટી અધિકારીઓ પણ તૈનાત રહેશે. આ કાર્યક્રમમાં નેશનલ ફોર્સ સાથે ગુજરાત પોલીસ પણ પરેડ રજુ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here