સ્ટાર સોનુ સૂદ ટિ્‌વટરવાળી બહેનના લગ્નમાં જઈ શકે છે

0
24
Share
Share

જાનૈયાઓની સાથે દુલ્હનના ભાઈનું પણ જબરજસ્ત સ્વાગત થઈ રહ્યું હોય એવો પ્રસંગ લોકોને માણવા મળશે

મુંબઈ,તા.૨૦

તે રીલ લાઇફમાં વિલન છે, પરંતુ વાસ્તવિક જીવનમાં દરેકનો હીરો છે. તમે બરાબર સમજ્યા વાત અભિનેતા સોનુ સૂદની છે જે કોરોના મહામારી દરમિયાન સ્થળાંતર કરી પોતાના વતન જવા માગતા કામદારો માટે દેવદૂત બનીને આગળ આવ્યો હતો. હવે ટૂંક સમયમાં જ સોનુ સૂદ પોતાની ટિ્‌વટરવાળી બહેનના લગ્ન માટે બિહાર આવી રહ્યો છે. આ પહેલીવાર બનશે જ્યારે આખું રાજ્ય ફિલ્મોના વિલન માટે તૈયાર રહેશે. પ્રથમ વખત લોકો જોશે કે જાનૈયાઓની સાથે દુલ્હનના ભાઈનું પણ જબરજસ્ત સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સોનુ સૂદની ટિ્‌વટર બહેન આરા નવાડા વિસ્તારના કરમ ટોલાની રહેવાસી છે. તમે આશ્ચર્યચકિત થશો કે આપણે શા માટે વારંવાર ટિ્‌વટરવાળી બહેન શબ્દ વાપરી રહ્યા છીએ. ટિ્‌વટરનો આટલો હક તો બને જ છે ભાઈ, તેણે જ તો હજારો કિલોમીટર દૂર મુંબઈમાં બેઠેલા સોનુ સૂદ અને બિહાની એક છોકરી વચ્ચે ભાઈ બહેનનો સંબંધ બનાવવાનું કામ કર્યું છે. ૧૧ ડિસેમ્બરે નેહાના લગ્ન થવાના છે, તેથી નેહાએ ટિ્‌વટર દ્વારા સોનુ સૂદને તેના લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું. નેહાએ પોતાની ટિ્‌વટમાં લખ્યું કે ’ખુશીના ઉમળકામાં હું તમારું નામ લખવાનું ભૂલી ગઈ છું. લગ્નમાં તમારા આગમન સાથે હું વિશ્વની સૌથી લકી છોકરી બનીશ. હવે કોઈ બહેન આવા ઉત્સાહ સાથે આમંત્રણો મોકલે અને જો ભાઈ નહીં આવે તેવું તો કેવી રીતે બની શકે. સોનુ સૂદે પણ નેહાના ટ્‌વીટનો જવાબ આપ્યો અને લખ્યું કે, ’ચાલો બિહારના લગ્ન જોઈએ. નેહાએ પોતાના લગ્નનું કાર્ડ એમ જ સોનુ સૂદને નથી મોકલ્યું. તેની પાછળ પણ જૂનો સંબંધ છે. ખરેખર નેહાની બહેન દિવ્ય સહાયને પેનક્રીઆસ (પેટમાં દુખાવો)માં રોગ હતો. આ માટે તેનું ઓપરેશન કરવું જરુરી હતું. પરંતુ લોકડાઉનના કારણે તેની બહેન દિવ્યાનું ઓપરેશન થાય તેવી કોઈ આશા નેહાને દેખાતી નહોતી. નેહાએ ક્યાંક વાંચ્યું હતું કે, ટિ્‌વટર પર સોનુ સૂદ લોકોને લોકડાઉન ભરપૂર મદદ કરી રહ્યો છે. તો નેહાએ ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સોનુને એક ટ્‌વીટ કર્યું હતું અને લખ્યું હતું કે લોકડાઉનને કારણે બહેનની સર્જરી દિલ્હી એઇમ્સમાં મળેલી તારીખે થઈ શકી નહોતી, તેણે સોનુ સૂદને કોઈક રીતે એઇમ્સમાં ફરી સર્જરીની તારીખ મેળવવામાં મદદ કરવા કહ્યું હતું. આ સિવાય તેઓ કંઈપણ ઇચ્છતા નથી. સોનુ સૂદે નેહાના ટિ્‌વટનો જવાબ આપતા ૫ સપ્ટેમ્બરે લખ્યું કે તમારી બહેન અમારી બહેન છે, તેને હોસ્પિટલમાં તેમના માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here