સ્ટાર ઉર્વશી ૨૨ કેરેટ સોનાનો મેકઅપ કરીને રેમ્પ પર ઉતરી

0
16
Share
Share

અભિનેત્રીએ વીડિયોને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો જેને તેના ચાહકો ખુબજ પસંદ કરી રહ્યા  છે

મુંબઈ,તા.૧૨

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તેન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અરબ ફેશન વીકનો છે જેમાં તેની સુંદરતા નજર આવી રહી છે. ઉર્વશી રૌતેલાએ પોતે આ વીડિયોને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, અરબ ફેશન વીકમાં ઉર્વશી રૌતેલા શોસ્ટોપર બની અને આનાંથી પણ મોટી વાત એ છે કે, બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ છે જેમણે આ ખિતાબ તેમનાં નામે કર્યો છે. આ ફેશન વિકમાં , ઉર્વશીએ ૨૨ કેરેટ ગોલ્ડનો મેકઅપ કર્યો હતો. અને તેની અદાઓથી ત્યાં હાજર સો કોઇનું દિલ જીતી લીધુ હતું ’અરબ ફેશન વીક’માં શોસ્ટોપરનો તાજ પહેરીને આખા દેશ માટે ગર્વ અપાવ્યું છે. એમ પણ ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે તેનાં ગ્લેમરસ લૂકનાં સૌ કોઇ દિવાના છે. ઉર્વશી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર ૩ કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ કારણે ઉર્વશી જે પણ તસવીરો અને વીડિયો શેર કરે છે તે મીનીટોમાં વાયરલ થઇ જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here