સ્ટંટ સીનમાં રોહિત શેટ્ટીએ ફરી વખત કાર ઉડાવી દીધી

0
26
Share
Share

ડિરેક્ટરે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત કાર સ્ટંટ સીન શૂટ કરી રહ્યો છે અને કાર પલટી મારે છેે

મુંબઈ,તા.૨૩

ડિરેક્ટર રોહિત શેટ્ટી પોતાની એક્શન ફિલ્મ્સ માટે ફેમસ છે. તેની ફિલ્મ્સમાં કારના સ્ટંટ સીન હોવા એ સામાન્ય વાત છે. આ ઉપરાંત તે પોતાના લીડ રોલ કરતા એક્ટરની એન્ટ્રી પણ ધમાકેદાર રીતે કરાવે છે. જે એન્ટ્રી પર દર્શકો સિસોટીઓ અને તાળીઓની ગડગડાટ કરાવતા હોય છે. હવે રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક બિહાઈન્ડ ધ સીન વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક્શન સીકવન્સ શૂટ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીએ સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે તે રોહિત શેટ્ટી એક કાર સ્ટંટ સીન શૂટ કરી રહ્યો છે અને જ્યારે કાર પલટી મારી જાય છે ત્યારે તે કટ બોલે છે. આ પોસ્ટ સાથે જ તેણે લખ્યું કે, તો તમે તમારા દિવસની શરુઆત કેવી રીતે કરી? તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે પોતાના હાથે જ એક કારનો આગળનો ભાગ ઉઠાવતો જોવા મળ્યો હતો. તે કાર ઉઠાવ્યા પછી તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. આ વિડીયો સાથે રોહિત શેટ્ટીએ લખ્યું હતું કે, ન કોઈ પ્રોટીન શેક ન કોઈ સપ્લીમેન્ટ માત્ર દેશી ઘી અને ઘરનું ભોજન આમ તો મારા મીમર્સ ભાઈ જણાવી રહ્યા હતા કે ટેસ્લા આવી રહી છે. જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ’સર્કસ’માં પૂજા હેગડે જોવા મળશે. તો, તેની સૂર્યવંશી પણ રીલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ કોરોનાના કારણે લોકડાઉન હેઠળ રીલિઝ થઈ નહોતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ જોવા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here