સ્કૂલે જવું ગમતું ન હોવાથી ધો. ૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર

0
27
Share
Share

અમદાવાદ,તા.૨૨
આજકાલના બાળકોમાં ભણવાને લઈ માનસિક દબાણ વધતું જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભણવાનું માનસિક ટેન્શન સહન ન કરી શકવાને કારણે બાળકો જીવ આપી દેવાનો સરળ નિર્ણય લેતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે. જેમાં ધોરણ ૧૦ની છોકરીએ શાળાએ જવું ગમતું ન હોવાથી આત્મહત્યા કરી લીધી છે.
જૂનાગઢના વંથલીના ખોખરડા ગામે રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સ્કૂલે જવું પસંદ ન હોવાથી પોતાના ઘરે કેરોસીની છાંટીને સળગી જઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વંથલીના ખોખરડા ગામે રહેતી આરતી અરવિંદભાઈ મૂછડીયા (ઉંમર-૧૭) ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. અને સ્કૂલે જવું તેમ જ ભણવાની ઈચ્છા ન હોય જેથી ગઈકાલે સવારે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને સળગી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું વંથલી પોલીસમાં જાહેર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here