સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા વિરૂધ્ધ છેડતીની ફરિયાદ કરનાર શિક્ષિકાએ ૧૧ લાખ પડાવ્યા

0
25
Share
Share

સુરત,તા.૦૨

પાલ અડાજણ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલની શિક્ષિકાએ ટ્રસ્ટી ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેની સામે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ટ્રસ્ટી વતી શિક્ષિકા સામે ફરિયાદ આપવામાં આવી છે. જેમાં શિક્ષિકાના ગેરવર્તન સહિતના મુદ્દે તેણીને સ્કૂલમાંથી છૂટા કર્યા બાદ ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટને બદનામ કરવાના ઈરાદે અગાઉ ૧૧ લાખ રૂપિયા ટ્રસ્ટી પાસેથી પડાવી લીધા બાદ વધુ પાંચ લાખ રૂપિયાની માંગ ન સંતોષાતા ખોટા કેસમાં ફસાવવા બદનામ કરી ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સમગ્ર કેસની તપાસ ડીસીપી સુંબેને સોંપવામાં આવી છે.

ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતાબેન સંજયભાઈ પરીહાર દ્વારા અપાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, છેડતીની ફરિયાદ કરનાર મહિલા સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતાં હતાં. તેઓના વિરૂધ્ધ સ્કૂલમાં વિદ્યાર્થી તથા વાલીઓની ફરિયાદ આવતી હતી. તેમને કહેવા છતાં વર્તનમાં સુધારો ન કરતા તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓએ ગત માર્ચ ૨૦૧૯થી ૨૯-૫-૨૦૨૦ સુધીમાં બળજબરીથી ખોટી રીતે નાણા કઢાવવા પ્રિન્સિપાલ સહિત મેનેજમેન્ટ અને સ્કૂલના ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here