રાજકોટ તા. ર૬
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી બીએ સેમેસ્ટર ૫ રેગ્યુલરની પરીક્ષામાં આજે વધુ પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતાં ઝડપાઈ ગયા છે. પરીક્ષા નિયામકના જણાવ્યા પ્રમાણે જસદણમાં બે,વિંઝુવાડામાં બે અને બાઢડામાં એક વિદ્યાર્થી કોપીકેસમાં ઝડપાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઇકાલે છ વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાયા હતા. તેના આગલા દિવસે અમરેલીમાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ગઈકાલે કુલપતિ નીતિનભાઈ પેથાણીએ સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા અને લીંબડીની કોલેજોમાં ચેકિંગ કર્યું હતું.અગાઉ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું હિયરિંગ આગામી તારીખ ૨૯ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક્ઝામિનેશન ડિસિપ્લિનરી કમિટી સમક્ષ રાખવામાં આવ્યું છે.