સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને નોકરી અપાવવાનું માધ્યમ બનશે

0
38
Share
Share

રાજકોટ,તા.૧૮

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને નોકરી અપાવવાનું માધ્યમ બનશે. આગામી જાન્યુઆરી મહિનાથી આ અંગેની કાર્યવાહી શરૂ થશે અને મે મહિનામાં પૂરી થઈ જશે. ત્યારબાદ દર વર્ષે અંતિમ વર્ષમાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થશે તેઓને ક્ષમતા અને કૌશલ્ય મુજબ રૂપિયા ૧૦થી ૩૦ હજારના પગારની નોકરી અપાવશે. આ માટે દેશની અલગ અલગ કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવશે અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જે વિદ્યાર્થીની જેવી સ્કિલ હશે અને વિદ્યાર્થી જે સેગમેન્ટમાં જવા માગતો હશે તેમાં નોકરી અપાવવામાં દરેક બાબતે યુનિ. મદદરૂપ થશે. આ અંગે વધુમાં માહિતી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે અંદાજે ૬૦ હજાર વિદ્યાર્થી છેલ્લા વર્ષમાં ઉત્તીર્ણ થાય છે

આ તમામ વિદ્યાર્થીઓમાંથી જેઓ નોકરી કરવા ઈચ્છુક હશે તેઓને હવે પછીથી એટલે કે આગામી મે ૨૦૨૧માં નોકરી અપાવવાનું બીડું યુનિવર્સિટી ઝડપશે. જેમ કે, કોઇ વિદ્યાર્થીને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી મેળવવી હોય અને વિદ્યાર્થી ક્લાર્ક અથવા તો ટેક્નિકલ બાબતનો જાણકાર હશે તો તેને તેની કૌશલ્ય મુજબની નોકરી અપાવવામાં આવશે. આ માટે યુનિ. કેમ્પસ ખાતે ભરતીમેળો પણ દર વર્ષે યોજાશે તેમજ નોકરી માટે ઓનલાઈન પ્રક્રિયા પણ કરી શકાશે. આ માટે તમામ બાબતોને આવરી લઈને પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં એક્શન પ્લાન પૂરો કરી લેવાશે અને મે ૨૦૨૧થી અમલવારી શરૂ કરી દેવાશે. ડો. રૂપાણીએ જણાવ્યું હતું કે, ૬ હજાર કંપનીનો સંપર્ક કરાશે અને ૧૦૦ અલગ-અલગ કેટેગરી રાખવામાં આવશે. એક કેટેગરીમાં ૧૦ વિદ્યાર્થીને નોકરી અપાવવાનો લક્ષ્યાંક રખાશે. ત્યારબાદ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ સાથે મળીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના ભરતી મેળો અને બાકીની પ્રક્રિયા કરાશે. મોડામાં મોડી મે મહિના સુધીમાં વિદ્યાર્થીને તાલિમ લીધા બાદ નોકરી મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here