સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.૧૬.૦૯ લાખનો ચેક અર્પણ

0
15
Share
Share

રાજકોટ,તા.૩૦

કોરોના ની વૈશ્વિક મહામારી થી દેશઉપર આવી પડેલી આફતને અવસર માં પલટાવવા વડાપ્રધાન દ્વારા રાહતનીધી ફંડમાં અનુદાન  આપવા અપીલને પગલે પ્રજાજનોએ જોલી છલકાવી દીધી છે

ત્યારે  સૌરાષ્ટ્ર  ગ્રામીણ બેંક ના અધ્યક્ષ  મનોજકુમાર કલમઠેકરના માર્ગદર્શન હેઠળ ઓફિસરો અને કર્મચારીઓ મળી  કુલ ૧૧૦૦ જેટલા સ્ટાફ દ્વારા એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે.

રુ. ૧૬.૦૯ લાખ ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં રાજકોટ કલેકટર રેમ્યા મોહન ને જનરલ મેનેજર સકસેના, ચીફ મેનેજર વાય જી ગોહિલ તથા આર.કે વ્યાસ તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ  રવિ ગોહેલ અને એમ્પ્લોય યુનિયનના પ્રતિનિધિ ભાવિકભાઈ લખતરીયા સહિતના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here