સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેતરપીંડી આચરનાર ઠગ શખ્સ ઝડપાયો, જામકંડોરણા પોલીસની કાર્યવાહી

0
18
Share
Share

ધોરાજી, તા.૨૦

જામકંડોરણામાં ચાંદની ચોક વિસ્તારમાં રહેતા અને ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત પ્રફુલાબેન લલીતભાઈ દવેની ફરિયાદને આધારે જામકંડોરણા પોલીસે અમદાવાદમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા વિરૂઘ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. જામકંડોરણા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો પરિચય યુવરાજસિંહ સાથે સોશીયલ મીડીયા મારફતે થયો હતો દોઢ વર્ષ પૂર્વે તેની સાથે ફોનમાં વાતચીત થઈ હતી તેને કયારે રૂબરૂ તે મળ્યા નથી યુવરાજસિંહ પોતે મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અઘ્યક્ષ હોવાનુ પ્રફુલાબેનને જણાવ્યું હતું અને તેણે લોકડાઉન પહેલા સિલાઈ મશીન વિતરણની સ્કીમ નીકળી હોય ગરીબ મહિલા લાભાર્થીઓને સિલાઈ મશીન વિતરણ કરવાનુ જણાવીને પ્રફુલાબેન પાસે ગરીબ મહિલા લાભાર્થીઓની યાદી અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજો મંગાવ્યા હતા જે વોટસએપ મારફતે પ્રફુલાબેને યુવાનને મોકલ્યા હતા ત્યારબાદ યુવરાજસિંહે સિલાઈ મશીનની મંજૂરી મળી ગયુ હોય અને દરેક મહિલા લાભાર્થી દીઠ રૂા.૬૫૦ ની રકમ ભરવાની હોવાનુ જણાવ્યું હતુ આથી પ્રફુલાબેનએ આશરે રૂા.૮૭,૨૦૦ જેટલી રકમ લાભાર્થીઓ પાસેથી ઉઘરાવી આરસી આંગડિયા મારફતે અમદાવાદ યુવરાજસિંહને મોકલી હતી યુવરાજસિંહે વોટ્‌સએપ મારફતે પત્રિકા પ્રફુલાબેનને મોકલી હતી જેમાં રસના વેલફેર ટ્રસ્ટ લંડન અને સાઈન શકિત ઓસ્ટ્રેલિયાના નામના ટ્રકથી સિલાઈ મશીન વિતરણ કરવાનુ હોય જેમાં રાજકોટના જામકંડોરણા ઉપરાંત જામનગર, સુરત, કલ્યાણપુર, ધ્રાંગધ્રા, વીરપુર, ગાંધીધામ, ઉના, નર્મદા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાં પણ આ સિલાઈ મશીન વિતરણ કરવાનુ હોવાનુ જણાવ્યું હતુ રકમ આંગડિયા મારફતે મોકલી દીધા બાદ યુવરાજને ફોન બંધ કરી દીધો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શકયો ન હતો. આથી મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલાબેને જામકંડોળા પોલીસમાં યુવરાજસિંહ વિરૂઘ્ધ અરજી આપી હતી. જેના આધારે  પોલીસે તપાસ કરીને ગુનો નોંઘ્યો હતો. જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ જે.યુ.ગોહિલ અને તેમના સ્ટાફે અમદાવાદાના યુવરાજસિંહની ધરપકડ કરી મોદીજી યુવા સંગઠનના નામે છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here