સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ

0
58
Share
Share

નલીયામાં પ.૧, ગાંધીનગર ૯ ડીગ્રી અન્યત્ર બે અંકમાં નોંધાતો તાપમાનનો ન્યુનતમ પારો

રાજકોટ તા. રપ

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્‌છમાં આજે સવારથી ફરી ઠંડીનું જોર વધવા પામ્યુ છે. અને તીવ્ર ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થવા પામ્યો છે.ખાસ કરીને આજે ફરી એક વખત નલીયા જ રાજયભરનું સૌથી ઠંડુ શહેર રહયુ હતુ. આજે સવારે નલીયા ખાતે લઘુતમ તાપમાન ૫.૧ ડીગ્રી નોંધાયુ હતુ.આ ઉપરાંત આજ રોજ રાજકોટ-અમદાવાદ-ડીસા-કેશોદ-કંડલા-ભુજ-સુરેન્દ્રનગર-ગાંધીનગર-અમરેલીમાં પણ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

દેવભુમી દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા સહીત સમગ્ર પંથકમાં ગત સાંજથી વાતાવરણ વધુ ઠંડુ બન્યુ અને તાપમાન પારો સડસડાટ નીચે ઉતર્યો હતો.ખંભાળીયા સહીત સમગ્ર તાલુકામાં આજે સવારથી કાતીલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે વહેલી સવારે ઠંડીનો પારો ૧૧ ડીગ્રી સુધી પહોંચી જતા જનજીવન પ્રભાવીત થયુ હતુ. આમ શીત ઋતુના અંત ભાગમાં કાતીલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતા ખાસ કરીને બાળકો-વૃધ્ધો ભારે હાલાકીમાં મુકાયા છે. આ સાથે અબોલ જીવ પણ મુશ્કેલીનો સામનો કરી રહયા છે.

હવામાન કચેરી અનુસાર આજ રોજ સવારે ૧૧.૬ ડીગ્રી સાથે અમદાવાદમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. તેમજ રાજકોટ-ડીસા-કેશોદમાં ૧૨ ડીગ્રી લઘુતમ તાપમાન સાથે ટાઢોડુ અનુભવાયુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમ્યાન વેસ્‌ટર્ન ડીસ્ટર્બન્સનાં કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેરઠેર ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. અને ઠંડી નહીવત થઇ ગઇ હતી. જો કે આજથી ફરી ઠંડીનું જોર વધવા પામ્યુ છે.દરમ્યાન આજરોજ ગાંધીનગર અને અમરેલીમાં પણ કડકડતી ઠંડી અનુભવાઇ હતી. ગાંધીનગર ખાતે સવારે ૯ અને અમરેલીમાં ૧૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.દરમ્યાન આજે સવારે વડોદરામાં ૧૩.૪, સુરતમાં ૧૫.૪, ભાવનગરમાં ૧૫.૨, પોરબંદરમાં ૧૩.૧, વેરાવળમાં ૧૫.૫, દ્વારકામાં ૧૫.૭, ઓખામાં ૧૮, સુરેન્‌દ્રનગર ૧૨.૬, કંડલા ૧૨.૪, મહુવા ૧૫.૧, દીવ ૧૪, વલસાડ ૧૦.૫ અને વલ્લભ વિધાનગરમાં ૧૩.૫ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here