સૌરાષ્ટ્ર-કચ્છમાં વેકિસનેશન માટે તંત્ર સજજ, આરોગ્ય કર્મી. ઓની હડતાલથી તંત્ર અવઢવમાં

0
15
Share
Share

રાજકોટ-મોરબી-દ્વારકા સહિતના જીલ્લામાં રસી નહી આપા અને નહીં લેવાના આરોગ્ય કર્મચારીના એલાનથી તંત્ર દ્વારા સમજાવટ માટે બેઠકો શરૂ

રાજકોટ તા. ૧૩

સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ શનિવારથી કોરોના રસીકરણની તૈયારી થઇ ગઇ છે. તમામ જિલ્લામાં ડોઝ પહોંચવા લાગ્યા છે. રાજકોટ સહિતના શહેરોમાં તૈયાર યાદી મુજબ તા.૧૬ના સવારે પ્રથમ હેલ્થ વર્કરને રસી આપવા આરોગ્ય વિભાગો સજ્જ છે. આ રાહતની ઘડી વચ્ચે જુદા-જુદા જિલ્લાઓમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલના એલાને ચિંતા જગાવી છે. ભાવનગર, રાજકોટ જેવા શહેરમાં ડોઝ પહોંચી ગયા છે. જૂનાગઢમાં આજે અને કચ્છમાં કાલે રસી પહોંચશે તો આ સામે રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં કર્મચારીઓએ રસી નહીં આપવા કે રસી નહી લેવાના એલાન આપતા તંત્ર ચિંતામાં પણ પડયું છે.

મોરબી જિલ્લો

રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા સરકાર સામે આંદોલન કરવાનું એલન કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કોવિડ -૧૯ અંર્તગત આંદોલન સમયગાળા દરમ્યાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ કોરોનાની રસી લેશે નહી અને આપશે પણ નહી તેવું રાજય આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનોએ જણાવ્યુ છે. આ આંદોલનમાં મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે તેવું જણાવેલ છે.

દ્વારકા જિલ્લો

મહામારી બની ગયેલા કોરોનાવાયરસની વેક્સિન આગામી દિવસોમાં સર્વત્ર આવી રહી છે, ત્યારે આ વેક્સિન હાલ ફ્રન્‌ટલાઈન વોરિયર્સને આપવાની શરૂ થનારી કામગીરી પૂર્વેજ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓના અનુસંધાને આપવામાં આવેલા આંદોલનમાં ગઈકાલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે.

જિલ્લાના ૩૫૦ જેટલા લેબ ટેકનીશ્યન, ફાર્માસિસ્‌ટ, મેલ- ફિમેલ સુપરવાઈઝર, વર્કર વિગેરે કર્મચારીઓ તેમની કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. આટલું જ નહીં, આગામી દિવસોમાં જિલ્લામાં કોરોનાની વેક્સિન આવ્યે તેઓ પોતે આ વેક્સિન લેશે નહીં અને અન્યને આપશે નહીં એમ પણ વધુમાં જણાવ્યું હતું.

જૂનાગઢ જીલ્લો

જુનાગઢ ખાતે આજે તા.૧૩-૧-૨૦૨૧ના કોરોનાની રસીનો પ્રથમ જથ્થો આવી રહ્યો છે જેને ડીપફ્રીઝમાં મુકવામાં આવશે. બાદ આગામી ૧૬ જાન્યુઆરી શનિવારથી રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. જુનાગઢ જિલ્લા માટે ૧૦,પ૦૦ કોવિડ શિલ્ડનો રસીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

શનિવારના કોરોના રસી લગાવવાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જીલ્લામાં પ્રથમ તબકકામાં આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવશે, હાલ જીલ્લાના ગ્રામ્‌ય વિસ્તાર માટે ૬પ૦૦, શહેરી વિસ્તાર માટે ૪ હજાર મળી કુલ ૧૦,પ૦૦ કોવિડ શિલ્ડ નામની રસીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જે આજે જુનાગઢ ખાતે સાંજ સુધી પહોંચી જશે.

રસીકરણ માટે જીલ્લામાં ચાર સાઇટ નકકી કરવામાં આવી છે જેમાં સીએચસી ચોરવાડ, એસીડીએચ કેશોદ અને પીએસસી વડાલનો સમાવેશ કરાયો છે. તેમજ જુનાગઢમાં બે સાઇટ નકકી કરવામાં આવી છે. એકસાઇટમાં રોજ ૧૦૦ આરોગ્ય કર્મીઓ રસી આપશે આમ જિલ્લામાં ચાર અને જુનાગઢમાં બે મળી કુલ ૬ પર રોજ ૬૦૦ આરોગ્ય કર્મીઓને રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

મોરબીમાં રસીકરણ

સમગ્ર દેશમાં આગામી ૧૬મી જાન્યુઆરીથી ફ્રન્‌ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની છે તે સંદર્ભે ગુજરાતમાં સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે. મોરબી જિલ્લામાં પણ વેક્સીનેશન અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ મંગળવારે એ.ઇ.એફ.આઇ. ખાસ આયોજિત બેઠકમાં જણાવ્યું હતું.જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને મળેલ એ.ઇ.એફ.આઇ.ની બેઠકમાં આગામી ૧૬મી તારીખે કોરોનાની રસીકરણની કામગીરી અંગે આખરી ઓપ અપાયો હતો.

સૌ પ્રથમ આરોગ્ય વિભાગના ફ્રન્‌ટલાઇન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. મોરબીમાં ૩ સ્થાનો પર કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં સિવિલ હોસ્પિટલ, વાકાંનેર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ હળવદ તાલુકાના સાપકડા ખાતે એક સેન્ટર દીઠ ૧૦૦ વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આ વેકસીનની કોઇ આડઅસર થતી નથી. આ બેઠકમાં હુના પ્રતિનીધિ ડો. અમોલ ભોંસલે દ્વારા વેક્સીનેશના વિતરણ અંગે જરૂરી માર્ગદર્શન આપી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત કીટનું નિરીક્ષણ અને સટર્ીફાઇ કરી ત્યાર બાદ જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here