કેશોદ-જૂનાગઢમાં ૭.૩, કંડલામાં ૮, પોરબંદરમાં ૯.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ
રાજકોટ તા. ૩૦
નલિયા કંડલા કેશોદ પોરબંદર ડીસા વડોદરા ગાંધીનગર માં ઠંડીનું જોર જળવાઈ રહ્યું છે જ્યારે તે સિવાયના સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહત અનુભવાય છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કચ્છમાં આવતીકાલે કોલ્ડ વેવ કન્ડિશન જોવા મળશે પરંતુ તે સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટશે આજે નલિયામાં ૩.૫ કેશોદમાં ૭.૩ પોરબંદરમાં ૯.૬ ગાંધીનગરમાં ૮.૫ અને કંડલામાં ૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૧.૮ ભાવનગરમાં ૧૦.૮ વેરાવળમાં ૧૪.૩ દ્વારકામાં ૧૪.૨ ઓખામાં ૧૭.૭ ભુજમાં ૧૧સુરેન્દ્રનગરમાં ૧૩.૫ અમરેલીમાં ૧૧.૪ મહુવામાં ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
જૂનાગઢ ઠંડીથી ઠીંગરાયું
જૂનાગઢમાં ઠંડીનો પારો વધુ નીચે ગગડયો એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન નીચે જતાં શહેરમાં ૭.૩ તો ગિરનાર પર્વત પર ૨.૩ હાજા ગગડાવી નાખતી ઠંડીને પગલે શહેરમાં રાત્રે તથા વહેલી સવારે કરર્ફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેરમાં આજે એક જ દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી નીચે ગગડતા વધેલી ઠંડીને કારણે લોકો ધ્રુજી ઉઠયા હતા. આજે નોંધાયેલા તાપમાન મુજબ શહેરમાં ૭.૩ ભવનાથ તળેટીમાં ૫.૩ અને ગિરનાર પર્વત પર ૨.૩ તો વાતાવરણમાં ભેજ ૬૫ ટકા અને ચાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.