સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પ્રકોપ યથાવત

0
27
Share
Share

નલીયામાં ૪.૩, કંડલામાં ૯.૬, કેશોદમાં ૮.૩, અમરેલીમાં ૯.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ

રાજકોટ તા. ર૯

કચ્છમાં કાતિલ ઠંડીનુ જોર યથાવત રહ્યું છે અને આજે નલિયામાં  લઘુત્તમ તાપમાન ૪.૩ ડિગ્રી નોંધાયું છે કંડલામાં ૯.૬ અમરેલીમાં ૯.૪ કેશોદમાં ૮.૩ ગાંધીનગરમાં ૬.૮ વલ્લભવિદ્યાનગરમાં ૯.૯ ડીસા માં ૭.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઇકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે પરંતુ ઠંડીનું જોર ઓછું થયું નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે અને ફરી ડબલ ફિગરમાં આવી ગયું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૧.૧, ભાવનગરમાં ૧૧ પોરબંદરમાં ૧૧. ૮ વેરાવળમાં ૧૨.૮ દ્વારકામાં ૧૩.૮ ઓખામાં ૧૫.૬ ભુજમાં ૧૧.૪ મહુવામાં ૧૦.૭ વલ્લભવિદ્યાનગરમાં ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૭૦ થી ૮૦ ટકા રહ્યું છે જ્યારે અન્ય વિસ્તારોમાં ૫૫ થી ૬૦ ટકા ભેજ સવારે નોંધાયો છે પવનની ગતિ સરેરાશ ૧૦થી ૧૨ કિલોમીટર વચ્ચે રહેવા પામી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here