સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૦ તાલુકામાં ૪। ઈંચથી હળવો વરસાદ

0
25
Share
Share

લાલપુર ૧૦૬, કાલાવડ ૭૨, મોરબી ૪૩, જૂનાગઢ ૪૧, ટંકારા ૩૭, અમરેલી ૨૮, મેંદરડા ૨૮ મી.મી. વરસાદ નોંધાયો

રાજકોટ, તા.૧

રાજ્યમાં આજે ૫૬ થી વધુ તાલુકામાં સારવાર ઈંચથી એક મી.મી. જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૦ તાલુકામાં ધોધમારથી એંકદરે ઝાપટાનો વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યમાંથી સૌથી વધુ વરસાદ જામનગર જીલ્લાનાં લાલપુર ખાતે ૪। ઇંચ (૧૦૬ મી.મી.), કાલાવડ ૩ ઈંચ (૭૨ મી.મી.), મોરબી પોણા બે ઈંચ (૪૩ મી.મી.) અને જૂનાગઢ ખાતે ૪૧ મી.મી. નોંધાયો હતો.

છેલ્લા ચાર દિવસથી રાજ્યનાં વાતાવરણમાં આવેલ પલ્ટા બાદ મેઘરાજાનું પુનરાગમન થતા અનેક સ્થળોએ ધોધમાર વરસાદ ખાબકેલ હતો. આજે રાજ્યમાં એકંદરે વરસાદની તિવ્રતામાં ઘટાડો નોંધાયો હતો તેમ છતા ૫૬ થી વધુ તાલુકામાં નોંધપાત્રથી હળવો વરસાદ નોંધાયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૦ જેટલા તાલુકામાં આજે વરસાદ નોંધાયેલ હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે લાલપુર ૧૦૬, કાલાવડ ૭૨, મોરબી ૪૩, જૂનાગઢ ૪૧, ટંકારા ૩૭, અમરેલી ૨૮, મેંદરડા ૨૮, ખંભાળીયા ૨૨, વિસાવદર ૨૦, વાંકાનેર ૨૦, ગઢડાસ્વામીના ૧૯, જામનગર ૧૯, વંથલી ૧૭, ભુજ ૧૬, ચોટીલા ૧૪, ધ્રોલ ૧૨, લાઠી ૧૦, વડીયા ૧૦, નખત્રાણા ૧૦, માંડવી કચ્છ ૯, અબડાસા ૮, વઢવાણ ૭, બાબરા ૬, ભેંસાણ ૬, ખાંભા ૫, માંગરોળ ૫, ગોંડલ ૫, માણાવદર ૪, ધોરાજી ૪, લીંબડી ૪, રાજુલા ૩, જોડીયા ૩, જસદણ ૩, જેતપુર ૩, લીલાયાર, ઉપલેટા ૨, ચુડા ૨ અને તાલાલા ખાતે ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here