સૌરાષ્ટ્રમાં વિજળી ત્રાટકવાના ૧૨ બનાવમાં ૮ વ્યકિતનાં મોત

0
10
Share
Share

સૌરાષ્ટ્રમાં વિજળી ત્રાટકવાના ૧૨ બનાવમાં ૮ વ્યકિતનાં મોત
૫૦ તાલુકાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાયો : આગામી ૪૮ કલાક દરમ્યાન વધુ વરસાદની આગાહી
બોટાદ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢ જીલ્લામાં વિજળી ત્રાટકતા ૧૫ પશુનાં મોત : ૧૭ વ્યકિતને સામાન્ય ઈજા
રાજકોટ, તા.૩૦

સૌરાષ્ટ્રમાં મેઘનો કહેર,જેસરમાં ૧.૫, ભાવનગરમાં ૧ ઇંચ વરસાદ

વીજળી પડતા બોટાદમાં ૫ વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્રના મોત

સૌરાષ્ટ્રમાં આજે મંગળવારે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક ૫ વર્ષની બાળકી અને ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લામાં વીજળી પડતા માતા-પુત્રના મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા છે. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન જયેશભાઇ સીતાપરા (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ જયેશભાઇ સીતાપરા (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું.

બોટાદમાં રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી વિજયભાઈ ચૌહાણ  (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બંને મૃતકોને પી.એમ.માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પરણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન જીવરાજભાઇ ભાટવાસીયા પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગુડીબેનનો એક હાથ દાઝી ગયો હતો. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રાજ્યમાં આજે ૧૪૦ થી વધુ તાલુકાઓમાં કડાકા ભડાકા અને વિજળીનાં ચમકારા વચ્ચે હળવાથી મઘ્યમ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, જૂનાગઢ અને રાજકોટ જીલ્લામાં અનેક સ્થળોએ આકાશી વિજળી ત્રાટકતા જુદાજુદા સ્થળોએ ૮ વ્યકિત તેમજ ૧૫ થી વધુ પશુ મોત પામ્યા હતા તેમજ ૧૭ વ્યકિત વિજળી ત્રાટકવાની ઘટનાથી ઈજાગ્રસ્ત થવા પામેલ હતી. સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ અર્ધાથી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાવા પામેલ હતો.
સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયા ખાતે ૨૨, કલ્યાણપુર ૨૧, દ્વારકા ૧૬ અને ભાણવડ ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. કડાકા ભડાકા સાથે ૬ થી વધુ સ્થળોએ વિજળી ત્રાટકી હતી. જેમાં વિરમદળ ખાતે વિજળી પડતા ખેતરમાં કામ કરી રહેલ પાલીબેન ૩૫ ત્થા કોમલ ૨૦ નુ મોત નિપજેલ જ્યારે કંચનબેન અને મંજુલાબેન નામની બે મહિલા ઈજાગ્રસ્ત થવા પામેલ તદઉપરાંત રામનગર, ભીંડા, આહિર સિંહણ, વિજલપર ત્થા ધતુરીયા ગામે આકાશી આફત ત્રાટકતા ૧૩ પશુ મોત પામેલ હતા.
બોટાદ તાબામાં જુદાજુદા ૩ સ્થળોએ વિજળી ત્રાટકતા ૩ વ્યકિત ત્થા ૧ પશુ મોત પામેલ છે જેમાં સરવય ગામે ખેતરમાં વિજળી ત્રાટકતા ગુડીબેન (ઉ.વ.આશરે ૧૮) ખેત શ્રમિક યુવતિ તેમજ લાઠીદડ નજીક વિજળી પડતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (૬૮ વર્ષ) ત્થા જાનવી વિજયભાઈ ચૌહાણ (ઉ.વ.૫) ના મોત નિપજેલ જ્યારે નાની પાળીયાદ પાસે વિજળી પડતા ૧ પશુનુ મોત નિપજ્યાનુ જાણવા મળેલ છે.
જામનગર જીલ્લા લાલપુર તાબાનાં રકાખટીયા ગામે વિજળી ત્રાટકતા નીતાબેન રમેશભાઈ સીતાપરા (ઉ.વ.૩૫) ત્થા વિશાલ જયેશભાઈ સીતાપરા (ઉ.વ.૧૨) તેમજ કાલાવડ તાબાનાં નાના વડાળા ખાતે વિજળી પડતા પાંભર પંકજભાઈ મગનભાઈ (ઉ.વ.૪૦)નુ મોત નિપજ્યાની વિગતો પ્રાપ્ત થયેલ છે. જામનગર જીલ્લામાં આજે કાલાવડ ૭૩, ધ્રોલ ૪૮, જામનગર ૨૪, જોડીયા ૧૯ ત્થા લાલપુર ૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ નજીકનાં રાણીંગપરા ગામે આજે બપોરના ૧૧.૪૦ મીનીટ આસપાસ ખુલ્લામાં વિજળી પડતા ૧૭ જેટલી વ્યકિતઓને સામાન્ય ઈજાઓ થયાનુ જાણવા મળેલ છે. જૂનાગઢ જીલ્લામાં મેંદરડા ૪૭, માળીયા હાટીના ૩૩, માણાવદર ૨૯, વિસાવદર ૨૮, માંગરોળ ૨૨, કેશોદ ૧૦, જૂનાગઢ શહેર-તાલુકા ૮, ભેંસાણ ૬ અને વંથલી ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાબાનાં ખેરાણા ગામની સીમમાં વિજળી પડતા ૨ પશુના મોત નિપજેલ હતા. સુરેન્દ્રનગર જીલ્લામાં ચુડા ૨૬, સાયલા ૪, લીંબડી ૨ મી.મી. વરસાદ નોંધાયેલ હતો જીલ્લામાં આવેલ ત્રિવેણી ઠાંગા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા ડેમ તેની કુલ ક્ષમતાના ૭૦ ટકા ભરાય જતા ડેમને એલર્ટ પર રખાયેલ છે.
ભાવનગર જીલ્લામાં જેસર ૪૦, ઘોઘા ૩૯, પાલીતાણા ૨૯, ગારીયાધાર ૨૬, ભાવનગર શહેર ૨૪, તળાજા ૧૬, મહુવા ૧૪, સિહોર ૮ અને વલ્લભીપુર ખાતે ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
અમરેલી જીલ્લામાં લીલીયા ૩૦, ખાંભા ૩૦, લાઠી ૨૩, બગસરા ૧૯, અમરેલી ૧૮, જાફરાબાદ ૧૬, સાવરકુંડલા ૧૬, ધારી ૯, બાબરા ૬ તથા ગ્રામ્ય પંથક ધરાઈમાં ૫૦ મી.મી. અને વડિયા ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. વડિયા નજીક ગઈકાલે વિજળી ત્રાટકતા સુર્યપ્રતાપગઢની સીમમાં એક મહિલાનુ મૃત્યુ નિપજેલ હતુ.
ગીરસોમનાથ જીલ્લામાં વેરાવળ ૫૭, સુત્રાપાડા ૪૪, ગીરગઢડા ૪૨, તાલાલા ૨૩, ઉના ૨૦ અને કોડીનાર ૧૯ મી.મી. વરસાદ નોંધાયાનુ જાણવા મળેલ છે. તેમજ પોરબંદર જીલ્લામાં પોરબંદર શહેર ૧૬, રાણાવાવ ૩ અને કુતિયાણા ૨ મી.મી. વરસાદ નોંધાવા પામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here