સૌરાષ્ટ્રમાં દર્દીઓની હાલાકી નિવારવા જ્ઞાતિ તથા ધાર્મિક સંસ્થાનોનાં ભવનમાં કોવિડ સેન્ટર શરૂ કરવા સંઘની અપીલ

0
46
Share
Share

રાજકોટ, તા.૧૪

હાલમાં દેશ અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર પ્રદેશ કોરોનાના સખ્ત પંજામાં સપડાયો છે વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ એ પણ હકીકત છે કે આપણો પ્રદેશ સંત, શુરા, દાતાઓનો પ્રદેશ છે ભૂકંપ હોય, પુર હોય કે રાષ્ટ્રીય વિપતિ હોય આપણી જનતા અડીખમ ઉભી રહી, ખભે ખભા મિલાવી વિકટ સંજોગોનો સામનો કરવામાં અગ્રેસર રહી છે.

કોરોનાને કારણે દર્દીઓ કે સામાન્ય અસરગ્રસ્ત દર્દીઓ વધી ગયા છે જેના કારણે સરકારી મશીનરી પણ ભારણ વઘ્યું છે. ગરીબ ટાંચા સાધનો વાળા પેશન્ટો તકલીફ વધુ વેઠી રહ્યા છે. સામે પક્ષે આપણી જ્ઞાતિનો ભવનો, ધાર્મિક સંસ્થાના ભવનો હાલમાં ભક્જનો, જ્ઞાતિજનો ધસારો ન હોવાનાને કારણે ઉપયોગ વગરના કે ફાજલ પડેલા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી મારી અપીલ છે કે આપ સુજ્ઞ જેનો, સંસ્થાનો, ધાર્મિક સંસ્થાનોના વડાઓ આવા ભવનો, સાધનનો ઉપયોગ આ વિપતીમાં કોવિડ કેઅર સેન્ટર તરીકે ઉપયોગમાં આપે જેથી કરીને જેતે જ્ઞાતિ ધાર્મિક સંસ્થાના ભક્તજનો કે જેમના ઘરે કોરોન્ટાઈન સુવિધા નથી તેમના ઉપયોગમાં આવી શકે, શક્ય હોય ત્યાં ઉકાળાની વ્યવસ્થા હોમિયોપેથીની દવાની વ્યવસ્થા ગોઠવે. પેશન્ટને માર્ગદર્શન માટે કેર સેન્ટરમાં મદદગારો ગોઠવે. જેનાથી આપણા ભાઈ-બહેનોને મદદરૂપ થઈ શકાશે. આપણી ખમીર વંતી પ્રજા આ પડકારોને જીલી લઈ સમાજસેવાનુ ઉતમ ઉદાહરણ પુરુ પાડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here