સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબુ, વધુ ૪૫૯ કેસ : રાજયમાં કુલ કેસ ૧૦૬૯૬૬

0
22
Share
Share

૨૪ કલાકમાં ૧૪૪૫ ડિસ્ચાજર્ સાથે ૮૭૪૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી, કુલ મૃત્યુઆંક ૩૧૩૬ : ૧૬૩૫૧ એકટીવ કેસ

સુરત ૨૬૫, અમદાવાદ ૧૭૦, વડોદરા ૧૨૪, રાજકોટ ૧૩૪, જામનગર ૯૯, ભાવનગર ૪૧, જૂનાગઢ ૩૬ અને ગાંધીનગર ૩૫ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

રાજકોટ તા.૩

કોરોના દિવસે દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહયો છે. દેશમાં કોરોનાનાં દર્દીઓનો સતત રાફડો ફાટી રહયો છે ત્યારે રાજ્યનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના સતત વિકરાળ બનતો જઈ રહયો છે. રાજકોટ ત્થા સુરત ખાતે સ્થિતી સ્ફોટક બની રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં જામનગર સહિત કેટલાક સ્થળોએ પણ કોરોના બેલગામ બની રહયો છે. રાજકોટની સ્થિતી આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવની મુલાકાત બાદ પણ અંકુશમાં આવતી નજરે ચડતી નથી ! ઉચ્ચ અધિકારીઓનાં મુકામ બાદ કોરોનાગ્રસ્તોની સંખ્યાનો ગ્રાફ ઝડપથી ઉંચે જઈ રહયો છે. રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી પડતા હોસ્પિટલનાં અલગ-અલગ વોર્ડમાં કોરોનાનાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં કોરોનાનાં દર્દીઓનો આંક કુદકે અને ભૂસકે વધતા ઓક્સિજનની જરૂરત ધરાવતા નવા દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજન પુરા પાડવાની સુવિધા ધરાવતા બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાંથી પણ ઓક્સિજનની માંગમાં ૨૫ થી ૩૦ ટકા જેવો વધારો નોંધાય રહયો છે. તો બીજી તરફ માંગ વધતા ઓક્સિજનની કિંમતમાં પણ વધારો થઈ રહયો છે. રાજકોટ સરકારી હોસ્પિટલને તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરાયા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. જેના કારણે દર્દીઓનાં સગા-સંબંધીની મુશ્કેલીમાં વધારો થવા પામેલ છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા અને હક્કિતો બહાર ન આવે તે માટે વધારાની સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત તંત્ર દ્વારા સંક્રમણ ફેલાતુ અટકાવવાના બહાના હેઠળ ગોઠવી દીધેલ છે પરંતુ મૃત્યુદર ઘટવાનુ નામ નથી લેતો !

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯૫ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧૦૬૯૬૬ પર પહોંચ્યો છે. ૧૪૪૫ દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૮૭૪૭૯ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૧૮ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૧૩૬ નોંધાયો છે. ૧૬૩૫૧ દર્દીઓ એકટીવ છે. રાજકોટ પીજીવીસીએલમાં ૨૪ અને લીંબડી સબ જેલમાં ૩૯ કેદી અને ૧ પોલીસ કર્મચારીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ સૌથી હાઇએસ્ટ ૪૫૯થી વધુ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં સતત ૧૦૦નો આંકડો પાર કરી શહેરમાં ૯૮ નવા કેસ સાથે હાહાકાર મચી જતાં લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. લોકો બહાર નીકળતા પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ગ્રામ્યમાં ૩૬ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૫૫૦૦ની નજીક પહોંચી ગયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં સુરત ૨૬૫, અમદાવાદ ૧૭૦, વડોદરા ૧૨૪, રાજકોટ ૧૩૪, જામનગર ૯૯, ભાવનગર ૪૧, જૂનાગઢ ૩૬, ગાંધીનગર ૩૫, પંચમહાલ ૩૪, કચ્છ ૩૨, પાટણ ૨૮, અમરેલી ૨૭, મોરબી ૨૬, મહેસાણા ૨૩, બનાસકાંઠા ૨૨, ભરૂચ ૨૨, દાહોદ ૨૦, દેવભૂમિ દ્વારકા ૧૯, આણંદ ૧૫, મહિસાગર ૧૫, સુરેન્દ્રનગર ૧૫, ગીર સોમનાથ ૧૪, નવસારી ૧૨, તાપી ૧૨, નર્મદા ૧૦, સાબરકાંઠા ૧૦, ખેડા ૮, બોટાદ ૭, છોટાઉદેપુર ૭, વલસાડ ૬, ડાંગ ૪ અને પોરબંદરમાં ૩ નવા કેસ મળી આવ્યા છે.

સૌરાષ્ટ્ર-રાજકોટમાં કોરોનાના ફેલાવાનું સાચુ કારણ શોધવામાં તંત્રની નિષ્ફળતા

કોરોનાની ઝપટે કોરોના વોરિયર્સ ઉપરાંત સરકારી કર્મચારીઓ અને લોકો સતત ચડી રહ્યા છે, જેથી જરૂરી સરકારી કામો અટવાય પડે છે

રાજકોટમાં કોરોનાના રોકેટની ગતિએ વધતી દર્દીઓની સંખ્યા તેમજ મૃત્યુઆંક નિષ્ણાંતોની ટીમ મેદાનમાં ઉતાર્યા બાદ પણ ચાર-પાંચ દિવસથી સ્થિતિમાં કોઇ મોટો ફરક નજરે ચડતો નથી. રાજય સરકારે રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા આરોગ્ય અગ્ર સચિવનાં વડપણ હેઠળ ૧૦ જેટલા નિષ્ણાંત તબીબોને રાજકોટ ખાતે સારવાર આપવા મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તેની અસર જોવા મળતી નથી! કોરોનાના વધતા વ્યાપ મામલે સરકારી તંત્ર મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી! રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા કિસ્સાઓ મામલે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઇ, પુના અને દિલ્હીના તબીબો પણ સતત ચિંતા વ્યકત કરી રહ્યા છે. પરંતુ વ્યાપ વધવા પાછળનું કોઇ સાચુ કારણ શોધવામાં સરકારનું આરોગ્યતંત્ર હજુ પણ નિષ્ફળ જ સાબિત થઇ રહ્યું છે. રાજકોટમાં પ્રતિકલાકે એકથી વધુ કોરોનાના દર્દી મૃત્યુ પામી રહેલ છે. બીજી તરફ એક દિવસ દરમ્યાન ૨૪થી વધુ દર્દી મૃત્યુ પામતા મૃતકોની અંતિમવિધિમાં પણ ઘણો લાંબો સમય લાગી રહ્યો છે. જેથી મૃતકના પરિવારજનોમાં સરકાર તથા સ્થાનિક તંત્રની કામગીરી સામે તિવ્ર આક્રોશ જન્મી રહ્યો છે.

રાજકોટ શહેરમાં કોરોનાના ટેસ્ટીંગ વધારવા તેમજ મ્યુ.કોર્પોરેશન તેમજ આરોગ્યની ટીમો દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં ઘર-ઘર ફરી કોરોના ટેસ્ટ કરવાની વાતો થઇ રહી છે. પણ હજુ પ્રારંભ થયો નથી! જનતા પાસે માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરાવતા તંત્ર વાહકોના ઘ્યાને સરકારી હોસ્પિટલ કે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં સેનેટાઇઝર કયાંય જોવા મળતુ નથી!

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે ખાનગી હોસ્પિટલોમાં કોવિડની માન્યતા મેળવવા અને ખાનગી હોટલો કોવિડ કેર સેન્ટર બનવા હોડ લાગી છે. આવી મહામારીમાં પણ કોઇને કોઇ રીતે લોકોના ખિસ્સા હળવા કરવાની જે માનવતા વિહોણો ધંધો શરૂ થઇ ગયો છે તેમાં કુવાડવા રોડ પર ચિરાયુ હોટલના સંચાલકે કોવિડ કેર સેન્ટર માન્યતા મળે તે પહેલા જ દર્દીને આઇસોલેશનની સુવિધા આપવા રૂમ ભાડે આપવાનું શરૂ કરી દીધુ હતું. મનપાએ દરોડા પાડતા ૯ દર્દી મળી આવ્યા હતા.

જે દર્દીને સિવિલ હોસ્પિટલમાં રહેવુ ન હોય તેના માટે ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ની માન્યતા આપવામાં આવી છે. જો કે આવી ખાનગી હોસ્પિટલ બેફામ પૈસા પડાવી રહી હોવાની વ્યાપક બૂમરાડ છે.

દરમિયાન ખાનગી હોટલોને પણ કોવિડ કેર સેન્ટરની માન્યતા આપીને ધીકતો ધંધો કરવાનો પીળો પરવાનો તંત્રે આપ્યો છે. કોવિડ હોસ્પિટલ અને કોવિડ હોટલના સંચાલકોનો છેડો કયાંકને કયાંક શાસકપક્ષ સુધી નીકળે જ છે અને તેના જ આર્શિવાદથી દર્દીઓને ખંખેરવા દુકાન ખુલી ગઇ હોવાનું કહેવાય છે ત્યારે કુવાડવા રોડ પર આવેલી ચિરાયુ હોટલના સંચાલકે હોટલને કોવિડ કેર સેન્ટરની માન્યતા આપવા માટે મહાપાલિકામાં અરજી તો કરી પરંતુ હોટલમાં ફાયર એનઓસી ન હોવાના કારણે અરજી મંજૂર થઇ ન હતી. આમ છતાં ચિરાયુ હોટલના સંચાલકે કોરોનાના દર્દીઓને આઇસોલેશન માટે રૂમ ભાડે આપવાનું શરૂ કરી દીધુ હતું.

આ અંગે મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.ચુનારાને ફરિયાદ મળતા ગઇકાલે સાંજે હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એ દરમિયાન ૯ દર્દી હોટલમાં રહેતા હતા. ચિરાયુ હોટલ ઉપરાંત ચિરાયુ હોસ્પિટલ પણ છે. સંચાલકે એવો લૂલો બચાવ કર્યો હતો કે હોટલમાં જે ૯ દર્દી રહે છે એ તમામને ચિરાયુ હોસ્પિટલમાં સિફટ કરવાના હતા.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૨૯૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૭

અમદાવાદ કોર્પોરેશન   ૧૪૮

રાજકોટ કોર્પોરેશન      ૯૮

સુરત   ૮૮

વડોદરા કોર્પોરેશન     ૮૪

જામનગર કોર્પોરેશન    ૮૩

વડોદરા        ૪૦

રાજકોટ ૩૬

પંચમહાલ      ૩૪

કચ્છ   ૩૨

પાટણ  ૨૮

અમરેલી        ૨૭

ભાવનગર કોર્પોરેશન   ૨૬

મોરબી ૨૬

મહેસાણા        ૨૩

અમદાવાદ     ૨૨

બનાસકાંઠા     ૨૨

ભરૂચ   ૨૨

દાહોદ  ૨૦

ગાંધીનગર      ૨૦

દેવભૂમિ દ્ધારકા ૧૯

જુનાગઢ        ૧૮

જુનાગઢ કોર્પોરેશન     ૧૮

જામનગર      ૧૬

આણંદ  ૧૫

ભાવનગર      ૧૫

ગાંધીનગર કોર્પોરેશન   ૧૫

મહીસાગર      ૧૫

સુરેન્દ્રનગર     ૧૫

ગીર સોમનાથ  ૧૪

નવસારી        ૧૨

તાપી   ૧૨

નર્મદા  ૧૦

સાબરકાંઠા      ૧૦

ખેડા    ૮

બોટાદ  ૭

છોટા ઉદેપુર    ૭

વલસાડ        ૬

ડાંગ    ૪

પોરબંદર       ૩

કુલ     ૧૨૯૫

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here