સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે શાળાના આચાર્યએ માસૂમ બાળકોના સ્કૂલે બોલાવતા વિવાદ

0
23
Share
Share

મહેસાણા,તા.૧૪

એક તરફ કોરોનાની મહામારી ફાટી નીકળી છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં કોરોનાએ જે રીતે મોતનો ભરડો લીધો છે તે ભયાવહ છે. ત્યારે આવી વિકટ સ્થિતીમાં વાંકાનેરના કણકોટની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કણકોટ પ્રાથમિક શાળાના આચાર્ય જીતુ વાકુટીયાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા. એકમ કસોટીને લઇને ભણાવવા માટે માસૂમ બાળકોને આચાર્યએ બાળકોને સ્કુલે તો બોલાવ્યા. હદ તો ત્યારે થઇ ગઇ કે જેવી રીતે બાળકોને બેસાડાયા હતા તેમાં કોઇ સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જોવા મળ્યું. તેમજ એક પણ બાળકના મોઢે માસ્ક નહોતું. બાળકો તો માસૂમ હોય પરંતુ આચાર્ય સાહેબ પોતે પણ કોવિડની ગાઇડલાઇનને નેવે મૂકીને માસ્ક વિનાના નજરે પડયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here