સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે ભારતની અર્થવ્યવસ્થાઃ વિશ્વ બેન્કનો રિપોર્ટ

0
17
Share
Share

જિનિવા,તા.૮

કોરોના મહામારીને રોકવા માટે ગત ૨૫ માર્ચથી લાંબા સમય સુધી દેશમાં સખ્ત લોકડાઉન કરવામાં આવ્યું હતુ. આ લોકડાઉનના કારણે દેશની ઇકોનોમીમાં મોટી પડતીની આશંકા છે. આ શક્યતા વિશ્વબેંકે જાહેર કરી છે. વિશ્વબેંકના જણાવ્યા પ્રમાણે જીડીપીમાં નકારાત્મકમાં ૯.૬ ટકાની પડતી આવી છે. વિશ્વ બેંકે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, ભારતની આર્થિક સ્થિતિ આ પહેલા કોઈ પણ સમયની તુલનામાં ઘણી ખરાબ છે.

તેણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે કંપનીઓ તેમજ લોકોને આર્થિક ઝાટકો લાગ્યો છે. આ સાથે જ મહામારીના પ્રસારને રોકવા માટે દેશભરમાં લોકડાઉનની પણ પ્રતિકૂળ અસર પડી છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૨૧માં આર્થિક વૃદ્ધિ દરમાં વધારો થઈ શકે છે અને ૪.૫ ટકા રહી શકે છે. વિશ્વ બેંકે કહ્યું કે વસ્તીમાં વધારા પ્રમાણે જોઇએ તો પ્રતિ વ્યક્તિ આવક ૨૦૧૯ના અનુમાનથી ૬ ટકા નીચે રહી શકે છે. આનાથી સંકેત મળે છે કે ૨૦૨૧માં આર્થિક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઈ જાય, પરંતુ તેનાથી ચાલું નાણાકીય વર્ષમાં થયેલા નુકસાનની ભરપાઈ ના થઈ શકે.

વિશ્વ બેંકે રિપોર્ટમાં કહ્યું કે, કોરોના વાયરસ અને આની રોકથામના ઉપાયોએ ભારતમાં પુરવઠા અને માંગની સ્થિતિને ગંભીર રીતે અસર કરી છે. વિશ્વ બેંકે કહ્યું કે, ગરીબ પરિવારો અને કંપનીઓને સહારો આપ્યા બાદ પણ ગરીબી દરમાં ઘટાડો પણ મંદ છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેંસ ટિમરે કહ્યું કે, “અમે સર્વેમાં જોયું છે કે અનેક લોકોની નોકરી જતી રહી છે. એનપીએમાં વૃદ્ધિ થઈ રહી છે. આ તમામ એવી કમજોરીઓ છે, જેની સામે ભારતે ઝઝુમવાનું છે.” તો વિશ્વ બેંકે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ૨૦૨૦માં ૭.૭ ટકાની આર્થિક મંદી આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં ગત વર્ષ દરમિયાન વાર્ષિક ૬ ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here