સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ છેઃ નિદ્રા

0
50
Share
Share
દિવસ દરમિયાન વારંવાર હાથ ધોવાથી, પરસેવો થવાથી, ગરમ-ઠંડી આબોહવાની અસર થવાથી, વારંવાર લૂછવાને કારણે વાપરવામાં  આવતા ક્રીમલોશનની અસર ઘટી જાય છે. રાતના સુતી વખતે આવા પદાર્થો લગાડવાથી તેને શરીરમાં ઝરવાનો સમય મળે છે. સુતી વખતે ક્રીમ લગાડયા પછી હાથના મોજા પહેરી રાખવાથી ક્રીમ વધુ વખત ચામડી સાથે સંપર્કમાં રહે છે. મોજાને કારણે હથેળીમાં ગરમાટો રહે છે. પરિણામે ક્રીમ અંદર સુધી જાય છે અને સવારના ચામડી સુંવાળી રહે છે.આ જ પ્રમાણે પગને પણ થોડો વખત હુંફાળા પાણીમાં ડૂબાવી રાખી તેના પર ક્રીમ લગાડી સુતરાઉ મોજા પહેરવાથી પગના પંજાની ચામડીનું રક્ષણ થાય છે. ચામડીના રક્ષણ માટે સવારના ઓછામાં ઓછી ૨૦ મિનિટ માટે દોડવાની, ઝડપથી ચાલવાની કસરત કરો. કસરતને કારણે લોહીનું પરિભ્રમણ ઝડપભેર થાય છે. દોરડા કુદવાની કસરત પણ સારો ફાયદો કરાવે. ઠંડા અને ગરમ પાણીનો વારાફરતી ઉપયોગ કરી સ્નાન કરવાથી શરીરને તાજગી મળે છે. નહાતા પહેલા હળવા હાથે માફક આવતા તેલનું મસાજ કરવાથી ચામડીમાં ચળકાટ આવે છે.દિવ સભરની ભાગદોડ પછી રાતના સતત સાતથી આઠ કલાકની ખલેલ વિનાની ઉંઘ જો તમને આવતી હોય તો માની લેજો કે ઈશ્વરે તમારા પર પૂરી કૃપા કરી છે. કરોડો રૃપિયાની વિસાત આ ઘસઘસાટ ઉંઘની સરખામણીમાં કંઈ નથી. જેને અનિંદ્રાનો રોગ હોય તેને પૂછી જો જો તો ખ્યાલ આવશે કે ઉંઘ ન આવતી હોય ત્યારે આખી રાત પાસા ઘસવા જેવું બીજું એકે દુઃખ નથી.ચંદ્રમા પર પહોંચી આવેલા વિજ્ઞાાનીઓ હજુ ઈશ્વરદત્ત આ બક્ષીસ અંગે ઓછી જાણકારી ધરાવે છે. ઉંઘ શું છે એ શોધવા સતત સંશોધન કરે છે પણ હજી સુધી તેમને સંપૂર્ણ સફળતા મળી નથી.  આખી રાત લીધેલી ઉંઘ સવારે સ્ફૂર્તિ કમ વર્તાય છે? ઉંઘ અંગે ચાલતા સંશોધનમાં તાજેતરમાં જ એવી માહિતી મળી છે કે ઉંઘથી  માત્ર થાક જ ઉતરે છે એવું નથી.  આપણી પ્રતિકાર શક્તિ વધે છે. રોગ સામે લડવાની ઈન્ડોક્રાઈન સિસ્ટમમાં સારો એવો ફેરફાર થાય છે અને આપણને બિમારીના જંતુઓ સામે લડવાની તાકાત મળે છે.આખી રાત ખલેલ વિના નિરાંતે ઉંઘ આવી હોય તો બીજા દિવસે તમારી ચામડી પર એક જાતની ચમક દેખાય છે. ચહેરા પર તાજગી વર્તાય છે અને વાળને પોષણ મળે છે. વાળ ચળકતા રહે છે. દિવસભરની મગજમારીને અંતે સાંજે ચામડી સૂકી થઈ જાય છે અને ઝાંખી પણ પડે છે. આપણા મહાનગરોમાં વધેલા જાતજાતના જોખમી પ્રદૂષણ તેને વધુ વકરાવે છે.આવી સ્થિતિમાં ઉંઘ એકમાત્ર  એવી ’’દવા’’ છે જે સવારે ફરી એ જ ચામડીને ચહેરાને તાજગી બક્ષે છે અને રૃક્ષ ચામડી ફરીથી જીવંત, શોષણમુક્ત લચીલી બનાવે છે. આ તફાવત ચામડીમાં ફરી ચેતન આવવાથી થાય છે કે પછી સૂર્યના તાપની ગેરહાજરીને કારણે બની શકે છે એને લગતી ખાતરી હજી સુધી કોઈ નથી આપી શકતું પણ ફરક પડે છે એ બાબત હકીકત છે. રાતની વ્યવસ્થિત ઉંઘ ચામડીમાં નવું ચેતન આણે છે અને ચામડી પરની કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.આખી રાત ઉંઘ મળી હોય તો આંખો પણ સવારે ચમકતી દેખાય છે. અધુરી ઉંઘને કારણે આંખને લોહી પહોંચાડતી નસો પર દબાણ આવે છે અને આંખો સોજેલી દેખાય છે. તેમ જ આંખ નીચે કાળા કુંડાળા થાય છે. જેમને આંખો પર સોજા આવવાની તકલીફ હોય તે લોકો જો એકાદ તકિયો વધારે રાખે તો આંખના ભાગમાંથી બિનજરૃરી પાણી જમા થતું અટકી શકે અને પરિણામે સોજા ન આવે. સુતા પહેલા આંખની આસપાસ ક્રીમ લગાડવાથી પણ સોજામાં ફરક પડે છે અને કાળા કુંડાળા ઓછા થાય છે.ઠંડા દૂધમાં બોળેલા રૃના પૂમડા વડે સવારે સોજેલા પોપચાને હળવે હાથે દબાણ આપવાથી સોજામાં ઘટાડો થાય છે. હોર્મોન્સયુક્ત લોહીનો પ્રવાહ ઉંઘ દરમિયાન શરીરમાં ખલેલ વિના ફરતો રહેવાને કારણે ચામડીને જરૃરી પોષણ મળે છે અને ઘસારાનું  પ્રમાણ કુદરતી રીતે ઘટે છે. આ ઉપરાંત ઉંઘને કારણે સ્નાયુઓને જરૃરી આરામ મળે છે જેથી શક્તિનો સંચાર થાય છે.આ ઉપરાંત શરીરમાં અણીના સમયે કામ આવે એ માટે વધારાની શક્તિનો જમાવ પણ થાય છે. ઉંઘના કારણે સ્નાયુઓને આરામ મળે છે જેના પરિણામે શરીર તંદુરસ્ત રહે છે અને સુડોળ, સ્વસ્થ પણ રહે છે. આવા ફાયદા માટે આખી રાતની ઉંઘ તો જરૃરી છે જ પણ ઘણી વખત એકાદ ઝોકું પણ મદદરૃપ થઈ શકે છે. શરીરના સેલ્સ કોષોને નવેસરથી પોષણ આપવામાં બપોરનું એકાદ ઝોકું આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે.આખી રાતની ઉંઘ એટલે દોઢ કલાકની સ્વપ્ના સહિત અને સ્વપ્ના રહિતની ઉંઘ બપોરની દસથી પંદર મિનિટની ઉંઘથી તમને થાક ઉતરે છે. આ ઉંઘમાં ચહેરાના સ્નાયુઓને આરામ મળે છે. શરૃઆતના સમયના આવા તાજગી અને આરામ પછી એકાદ કલાકની ઉંઘને અંતે માણસ ગાઢ નિંદ્રામાં સરી પડે છે. આ સમયે કુદરત આપણા શરીરમાં ઘસારાને ’’સિમેન્ટીંગ’’ કરવાની પ્રક્રિયા શરૃ કરે છે. સ્વપ્ન વિનાની ઉંઘના છેલ્લા તબક્કાને તબીબી ભાષામોં આર.ઈ.એસ. તરીકે ઓળખાવાય છે. આ સમયે મગજના કોષને આરામ મળે છે.આપણી યાદશક્તિ, વિચાર કરવાની શક્તિ વગેરેને આરામ મળે છે. ઉંઘને કારણે મળેલી આ નવી શક્તિથી મગજના કોષ ફરી ચેતનવંતા બને છે. યાદશક્તિમાં ઉમેરો થાય છે. દેખીતી રીતે ઘસઘસાટ ઉંઘતા હોવા છતાં જેને સબકોન્સીયસ અવસ્થા કહેવાય તેવી અવસ્થામાં મગજના કોષોને પોષણ પહોંચે છે. આ અવસ્થા વખતે મગજનો અમુક હિસ્સો કાર્યાન્વિત હોય છે. આથી જ ઘણી વખત દિવસે  ન યાદ આવતી વસ્તુ રાત્રે ઉંઘમાં યાદ આવી જાય છે.જેમને  અનિંદ્રાની બિમારી હોય, જેઓ ઉંઘની ટિકડીઓ લેતા હોય તેમને આ આર.ઈ.એમ. તબક્કાની ઉંઘ જોઈએ તેવી મળતી નથી. અપૂરતી ઉંઘ લેનારાઓને પણ આ લાભ નથી મળતો. ખલેલયુક્ત ઉંઘ જેમને આવતી હોય તેમને કામમાં   ધ્યાન ન આપી શકવાની ફરિયાદ હોય છે. તેઓ ઓછા કાર્યાન્વિત હોય છે. એમને માથાનો દુઃખાવો રહેતો હોય છે. યાદશક્તિ નબળી હોય છે.વિચારોનું સંકલન કરવામાં અસમર્થ હોય છે. આ બધી તકલીફોનો આધાર ઉંઘ કેટલી ખલેલયુક્ત છે તેના પ્રમાણ પર આધારિત છે. થોડી ઘણી ખલેલ કદાચિત એટલી નુકસાનકારક નથી પરંતુ લાંબા સમય સુધી શરીરને જો પૂરતી ઉંઘ ન મળે તો ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન શરીરને થાય છે. ઉંદરો પર કરાયેલા પ્રયોગોમાંથી જાણવા મળ્યું છે કે ઉંઘ ઓછી થઈ હોય એ ઉંદરો તરત જ શારીરિક અને માનસિક થાકોડાનો ભોગ બન્યા હતા.અમેરિકાની પીટસબર્ગ યુનિવર્સિટીમાં ચર્મરોગના નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડોક્ટર રેખાના મત પ્રમાણે અનિંદ્રાને એક સામાન્ય માનવીની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય. એક બિલકુલ ઉંઘ ન આવવી કે એકદમ ઓછી આવવી. બે, વર્ષોથી જેમને નિરાંતની ઉંઘ કોને કહેવાય તેની ખબર જ ન હોય એવા અનિંદ્રાના ક્રોનીક દર્દીઓ અને પુષ્કળ અથવા તદ્દન ઓછો શ્રમ કરનારા કે અત્યંત ચિંતા ઉપજાવતી સમસ્યાઓનો સામનો કરી અનિંદ્રાનો ભોગ બનનારાઓ.અનિંદ્રા માટે ઘણા કારણો જવાબદાર છે. લાગણીને પહોંચેલી ઠેસ, માનસિક અશાંતિ, ચિંતા, ખોરાક અને અવાજના પ્રદુષણ સહિત અસંખ્ય કારણો અનિંદ્રા માટે કારણભૂત મનાય છે. જલદીથી લાગણીવશ થઈ જનારાઓ અને માનસિક આઘાત જેમને જલદી પહોંચે છે એવા નબળા મનના  માણસો રાત્રે ઉંઘી નથી શકતા. ઘણાને જલદી વજન ઘટાડવું હોય છે તેથી તેઓ પેટભરી જમતા નથી. પરિણામે  અનિંદ્રાનો ભોગ બને છે. આ ઉપરાંત ઓછી ઉંઘ લેવાથી વજન ઘટે છે એવા કારણો  આગળ ધરી ડાયેટીંગ કરનારાઓ ઓછું ઉંઘે છે તેથી ઉંઘની સાઈકલ ખોરવાય છે.વધુ પડતું પાણી પીવાથી કે પેય પદાર્થો રાતના સુતા સમયે લેવાથી વારંવાર બાથરૃમ જવા ઉઠવું પડે છે  આથી ઉંઘમાં ખલેલ પડે છે. ભૂખ્યા રહેવાની જેમ જ સુવા અગાઉ એકાદ કલાક પહેલા પચવામાં ભારે ખોરાક લેવાથી રક્તનું પ્રમાણ પચનતંત્રને મદદ કરવામાં રોકાઈ જાય છે. પરિણામે ઉંઘ દરમિયાન શરીરના બીજા અવયવોના કોષોને ફરી તાજા થવા જરૃરી પોષણ મળતું નથી.  અનિંદ્રાની અસર ચામડી પર તરત જ વર્તાય છે.લાંબા સમયથી અનિંદ્રાથી પીડાનારાઓમાં કેટલાકની ચામડી સંવેદનશીલ બની જવાની અને એલર્જીની ફરિયાદ ઉભી થાય છે. કોઈક ને એકાદ ભાગમાં ખરજવાની પણ ફરિયાદ થાય છે. લાલ ચકામાઓ ગળાના ઉપરના ભાગમાં અથવા હાથ પર કે સાંધામાં અને પગ પર અથવા જનન અવયવોની આસપાસ નીકળે છે. આવા ચકામાઓ થાક કે અનિંદ્રાથી પણ નીકળતા હોય છે. કેટલાકને ખીલ પણ ફૂટી નીકળે છે. આંખની નીચે તો કાળા કુંડાળા થાય છે જ ઉપરાંત ચહેરાના કોઈ કોઈ ભાગ પર પણ કાળા ડાઘા પડે છે. વાળ ખરવાની પણ સર્વસામાન્ય ફરિયાદ ઓછી ઉંઘ ધરાવનારાઓની હોય છે.આમ ઓછામાં ઓછી આઠ કલાકની ઉંઘ તો માણસ માટે અનિવાર્ય છે. થાક લાગ્યો હોય તો બપોરના એકાદ નાનું ઝોકું પણ લાભકર્તા સાબિત થાય છે. ટુંકા સમયની ઉંઘ તાજગી લાવવામાં બીજા બધા ઉપાયોની સરખામણીમાં ઉત્તમ મનાય છે. દુનિયાના કોઈ લોશન કે દવાઓ મદદ ન કરે એટલો લાભ મીઠી ઉંઘ દ્વારા થાય છે. મોડી રાત સુધી બહાર ભટકનારાઓ અને ટેલિવિઝન સામે બેસી રહેનારાઓ માટે ઈશ્વરદત્ત વરદાનની અવગણના કરવાના માઠા પરિણાો ભોગવવા તૈયાર રહેવાની વિજ્ઞાનીઓની આ ચેતવણી પૂરતી છે.
* સુવાનો ચોક્કસ સમય નક્કી કરો. જેથી જ્ઞાનતંતુઓને અમુક ચોક્કસ સમયે સુવાની આદત પડી જાય.સુતા પહેલા ગરમ દૂધ પીવું. ઉંઘથી આંખ ઘેરાઈ ન જાય ત્યાં સુધી પુસ્તક વાંચવું. આંખ પર પટ્ટી બાંધવાથી શેરીની લાઈટનો પ્રકાશ આંખ પર નહીં આવે.ઓરડાનું તાપમાન ઠંડુ રહે તે જુઓ. ગરમ ઓરડામાં પરસેવો થાય છે. આ પરસેવો ઉંઘમાં બાધારૃપ થાય છે.પીઠ પર સુવાની આદત પાડવાથી ચામડી પર કરચલીઓ ઓછી પડે છે.
બહુ મોડેથી ખાવાનું બંધ કરો. પાચનક્રિયા ચાલુ હોય તે દરમિયાન ગાઢ નિંદ્રા  આવવાનું શક્ય નથી. ખોરાક પચતા ત્રણ-ચાર કલાક લાગે છે.
રાત્રે સુતી વખતે નાસ્તો કરવાની આદત હોય તો ઓછી કેલરીવાળો ખોરાક લેવો. ઘંઉના ફાડા કે હલકા બિસ્કીટ દૂધના કપ સાથે લઈ શકો.
Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here