સોશિયલ મીડિયા પર કાતિલ ઠંડીને લીધે હવામાં ઈંડું અને નૂડલ્સ જામી ગયા રશિયાના સાઇબેરિયાના નોવોડિબિસ્કની તસવીર

0
24
Share
Share

સોશિયલ મીડિયા પર તસવીરને પસંદ કરવામાં આવી રહી છે, ટ્‌વીટ ઉપર તેને ૧૯ હજારથી વધુ લાઇક્સ મળ્યા

નવી દિલ્હી,તા.૩૧

દેશના અનેક હિસ્સામાં જોરદાર હાડ થીજવતી ઠંડી પડી રહી છે કે તેમાં હાથ-પગ જાણે જામી ગયા હોય એવો અનુભવ થાય છે. પરંતુ જો કોઈ એવી સ્થળની વાત કરવામાં આવે જ્યાં ઠંડીના કારણે હવામાં જ વસ્તુઓ જામી જતી હોય તો તમે તે જોઈને ચોંકી જ જશો. પણ આ હકીકતમાં જોવા મળ્યું છે. આ તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. મૂળે, હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં એક ટેબલ પર પ્લેટમાં રાખવામાં આવેલું ઈડું ઠંડીના કારણે જામી ગયું છે. તેની બાજુમાં નૂડલ્સ પણ છે, તે પણ જામી ગઈ છે. ઈંડાને વચ્ચેથી તોડવામાં આવી રહ્યું હતું ત્યારે તે જામી ગયું. બીજી તરફ નૂડલ્સને ખાવા માટે ઉઠાવી તો તે હવામાં જ જામી ગઈ. નોંધનીય છે કે, આ તસવીર રશિયાના સાઇબેરિયાના નોવોડિબિસ્કની છે. અહીં હાલમાં ખૂબ જ કાતિલ ઠંડી પડી રહી છે. શહેરનું તાપમાન પણ -૪૫ ડિગ્રી સેલ્સિયલ પર પહોંચી ગયું છે. એવામાં લોકો પોતાના ઘરમાં જ કેદ થઈને ઠંડીનો સામનો કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, આ શહેરમાં આખું વર્ષ ઠંડીની મૌસમ રહે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરને એટલી પસંદ કરવામાં આવી રહી છે કે તેને ટ્‌વીટપર પર ૧૯ હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here